લોકસભાની ચૂંટણી પહેલા ‘નમો અગેઇન’, ઇ-કોમર્સમાં ધૂમ ખરીદી

PC: twitter.com

લોકસભાની ચૂંટણીમાં ભાજપનું ઓનલાઇન સૂત્ર નમો અગેઇન છે. ઇ-કોમર્સ માર્કેટમાં નમો અગેઇનની પ્રોડક્ટ્સનું ધૂમ વેચાણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ એપ્લિકેશન પરથી ત્રણ મહિનામાં આ સૂત્ર સાથેની પ્રોડક્ટ્સનું વેચાણ પાંચ કરોડ થયું છે. PM મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવાના બ્રાન્ડિંગ સાથે આવી 15.75 લાખ પ્રોડક્ટ્સ વેચાઇ ચૂકી છે. લોકસભાની ચૂંટણી નજીક આવશે ત્યારે આ પ્રોડક્ટ્સનું વેચાણ વધી શકે છે. ભાજપની પ્રાદેશિક ઓફિસોમાં આવી પ્રોડક્ટ્સની ભારે માગણી છે. નમો મર્ચેન્ડાઇઝ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પેટીએમ અને એમેઝોન પર મૂકવામાં આવ્યા હતા. સૌથી વધુ નમો અગેઇનની ટીશર્ટનું વેચાણ થયું છે.

ભાજપના સંસદસભ્યોએ 'હૂડી ચેલેન્જ' શરૂ કરી છે. જેના ભાગરૂપે તેઓ એકબીજાને તેમજ યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણી જેવા ભાજપના મુખ્યમંત્રીઓને 'NaMo Again' મર્ચેન્ડાઇઝ ખરીદીને પહેરવાનું જણાવી રહ્યા છે. ભાજપના હિમાચલ પ્રદેશના સંસદસભ્ય અનુરાગ ઠાકુર અને સામાજિક ન્યાય મંત્રી ટી સી ગેહલોતે નમો એપ પરથી 499માં ખરીદેલી નવી લોન્ચ કરાયેલી હૂડી સાથેના ફોટો ટ્વિટર પર મૂક્યા છે.

અત્યાર સુધીમાં નમો ટી-શર્ટ્સ અને હૂડીનું વેચાણ 2.64 કરોડે પહોંચ્યું છે. ટોપીઓનું વેચાણ 56 લાખ, કી-ચેઇનનું વેચાણ 43 લાખ, કોફી મગનું 37 લાખ, નોટબુકનું 32 લાખ અને પેનનું વેચાણ 38 લાખ થયું છે. વડાપ્રધાન મોદીની સત્તાવાર એપ 50 લાખ ડાઉનલોડ સાથે ઘણી પ્રચલિત છે. PM મોદીની એપ પર જે ઓનલાઇન પ્લેટફોર્મ મર્ચેન્ડાઇઝનું વેચાણ કરે છે તે 'ફ્લાયકાર્ટ' તરીકે ઓળખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp