પુલવામા હુમલાના એક વર્ષ પછી પણ NIAને નથી ખબર આટલો બધો વિસ્ફોટ ક્યાથી આવેલો

PC: google.co.in

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂરું થઇ ગયું. આ હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, આ ઘટનાની તપાસ કરી રહેલી NIAને હજુ સુધી એ ખબર નથી પડી કે આટલા ભયાનક હુમલા માટે વિસ્ફોટક ક્યાંથી આવ્યું હતું. વિશેષજ્ઞોનું કહેવું છે કે, હુમલામાં 25 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આટલા મોટા જથ્થામાં વિસ્ફોટક કોઇ દુકાનેથી ન ખરીદી શકાય.

આ હુમલામાં એક આતંકવાદીએ વિસ્ફોટક ભરેલી ગાડીનું CRPFના કાફલા સાથે એક્સિડન્ટ કર્યું હતું. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બસના ટુકડે-ટુકડાં થઇ ગયા હતા. એ બસ CRPFની 54મી બટાલિયનની હતી. જૈશ-એ-મોહમ્મદે આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. પુલવામાના રહેવાસી આતંકવાદી આદિલ અહમદ ડારે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

પુલવામા હુમલા બાદ સુરક્ષામાં થયેલી ચૂકને લઇને ગંભીર સવાલો ઉઠ્યા હતા. એટલે કે CRPFને આર્મ્ડ વ્હીકલ કેમ આપવામાં આવ્યું ન હતું? એ કાફલામાં 2500 જવાનો હતા એટલે એ સવાલ પણ હતો કે આટલા બધા જવાનોને એકસાથે કેમ મોકલવામાં આવી રહ્યાં હતા? કહેવામાં આવ્યું હતું કે, બરફવર્ષાના કારણે કેટલાક દિવસો સુધી હાઇવે બંધ હોવાના કારણે CRPFના જમ્મુ કેમ્પમાં ઘણાં જવાનો એકત્ર થઇ ગયા હતા. પરંતુ ફરી સવાલ ઉઠ્યો કે, આટલી મોટી સંખ્યામાં બસમાં મોકલવાને બદલે તેમને એરલિફ્ટ પણ કરવી શકાયા હોત. ત્યારબાદ આદેશ જાહેર થયો કે, આવી પરિસ્થિતિમાં આવું જ કરવું.

NIA આ મામલામાં હજુ સુધી ચાર્જશીટ પણ દાખલ કરી શક્યું નથી. હુમલાનું કાવતરું ઘડનારા અત્યારે પણ જીવિત છે. બે મુખ્ય કાવતરાખોર મુદ્દાસિર અહમદ ખાન અને સજ્જાદ ભટને પોલીસે ગયા વર્ષે થયેલી મુઠભેડમાં ઠાર કર્યા હતા. અહેવાલો દ્વારા મળતી માહિતી અનુસાર, આ બાબતના પ્રોગ્રેસ વિશે પૂછતા NIAએ જણાવ્યું હતું કે, વાહન માલિકથી લઇને હુમલાખોરની ઓળખ ઉપરાંત, કયા પ્રકારના વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો તેની માહિતી મેળવી લેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp