ઇમાનદારીથી મોટો કોઇ ધર્મ નથીઃ રીક્ષા ચાલકને એક બેગ મળી અને પછી...

PC: squarespace.com

જો તમે દેશમાં ચાલી રહેલી ખબરોથી દુખી છો તો પૂણેથી આવેલી ખબર તમારો દિવસ બનાવી શકે છે. અત્યારસુધી તમારો સામનો અનેક પ્રકારના ઓટો રીક્ષા ડ્રાઇવરો સાથે થયો હતો, હવે મળો પૂણેના અવિનાશ ભોકરેને, જેને એવું કામ કર્યું છે કે તમે પણ વાહ કહી ઉઠશો. અવિનાશની ઓટોમાં બેસેલો એક ગ્રાહક પોતાની બેગ તે ઓટોમાં ભૂલી ગયો, ત્યાર બાદ અવિનાશને તે બેગ મળતા તેણે ગ્રાહકને શોધવાની કોશિશ કરી.

પરંતુ ગ્રાહક ન મળતા ઓટોચાલકે મોડું ન કરતા પોલીસ સ્ટેશન તે પહોંચી ગયો હતો અને તુરંત પોલીસને મળેલી બેગ સોંપી દીધી. ત્યારે પોલીસ સ્ટેશનમાં તૈનાત શેખર કૌટકર અને મોહન મલગુંડેએ જ્યારે બેગ ખોલીને જોયું, તો તેમાં 4 લાખ રૂપિયાનો ચેક, એક ડાયરી, થોડા પૈસા, કમ્પ્યુટર અને મિલિંદ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર મળ્યો, જેના પર ફોન કરવાથી ખબર પડી કે બેગ તેના મિત્ર યુવરાજની છે.

ત્યારબાદ પોલીસે યુવરાજને સંપર્ક કરીને બેગ તેને સોંપી દીધી. પોતાની ખોવાયેલી બેગ અને પૈસા જોઇને યુવરાજ ખુશ થઇ ગયો અને તેણે ઓટોચાલક અવિનાશની ઇમાનદારી માટે તેનો આભાર વ્યક્ત કર્યો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp