હૈદરાબાદ રેપ કાંડ બાદ પંજાબ CMએ મહિલાઓની સુરક્ષાને લઈ કરી મહત્ત્વની જાહેરાત

PC: republicworld.com

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને તેની નિર્મમ હત્યાને લઈને દેશભરમાં આક્રોશનો માહોલ છે. ઘણા રાજ્યોમાં લોકો મહિલા સુરક્ષાને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. તેને જોતા પંજાબ સરકારે મહિલાઓને રાત્રે સુરક્ષિત ઘરે પહોંચાડવા માટે મોટું પગલું લીધું છે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે ફસાયેલી મહિલાઓને સુરક્ષિત ઘરે પહોંચાડવાનું કામ પંજાબ પોલીસ કરશે. આ જાહેરાત પંજાબના CM અમરિંદર સિંહે કરી છે.

CMએ કહ્યું કે, રાજ્યભરમાં આ સુવિધા DIAL 100, 112 અને 181 પર મળશે, જેના માધ્યમથી કોલ કરનારી મહિલાઓને તરત જ પોલીસ કંટ્રોલરૂમ (PCR) સાથે જોડવામાં આવશે. મુખ્યમંત્રીએ DGP દિનકર ગુપ્તાને નિર્દેશ આપ્યા છે કે, તે રાજ્યભરમાં આ સુવિધાને ટૂંક સમયમાં જ લાગૂ કરવાનું સુનિશ્ચિત કરે.

મહિલાને લઈ જવા અને મુકી જવાની સુવિધા એ મહિલાઓને આપવામાં આવશે, જેમની પાસે કોઈ સુરક્ષિત વાહન નથી, જેમાં ટેક્સી અથવા 3- વ્હીલર સામેલ છે. કોલ કરનારી મહિલાને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે કે, પરિવહન દરમિયાન ઓછામાં ઓછી એક મહિલા પોલીસ અધિકારી તેમની સાથે હોવી જોઈએ.

આ અંગે DGP ગુપ્તાએ જણાવ્યું હતું કે, મોહાલી, પટિયાલા, ભઠિંડા સહિત અન્ય શહેરોમાં મહિલાઓને છોડવા માટે અલગથી PCR વાહન હાજર રહેશે. દરેક જિલ્લામાં આ યોજનાને અમલમાં લાવવામાં DSP/ SP (મહિલાઓ વિરુદ્ધ થનારા અપરાધો સામે લડનારી વિંગ) નોડલ ઓફિસર હશે. DSP/ SP (મહિલા વિરુદ્ધ અપરાધ) પ્રત્યેક જિલ્લામાં યોજના લાહૂ કરવા માટે નોડલ અધિકારી હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp