પંજાબ સરકારે ખેડૂતોની લોન માફીની જાહેરાત કરી અને 15 મિનિટ પછી થયું એવું કે...

PC: jantakareporter.com

પંજાબમાં કોંગ્રેસ સરકારે ખેડૂતોનું 1771 કરોડનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, આનાથી લગભગ 1.09 લાખ ખેડૂતોને ફાયદો થશે. તેમણે શુક્રવારના રોજ લાભકર્તાઓને ચેક વહેંચવાનું વચન આપ્યું હતું કે, લોન માફીના રૂપિયા શનિવાર સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી જશે. પરંતુ આ જાહેરાતના 15 મિનિટ બાદ જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવવાનું શરૂ થઇ ગયું હતું અને ખેડૂતોની ખુશીનો પાર નહોતો રહ્યો.

ઇઝરાયલ પાસેથી શીખવાની આપી સલાહ

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરો. જળ બચાવવાની જવાબદારી બધાની છે. સરકાર આ વર્ષે એક યોજનાની પણ જાહેરાત કરશે. તેમણે પોતાના ઇઝરાયલ પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ત્યાં પાણીની અછત છે. તેમ છતાં ત્યાંના લોકો ખેતીમાં અવ્વલ છે. આપણે ત્યાંની મોડર્ન ખેતીની પદ્ધતિ અપનાવવી પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp