કોન્સ્ટેબલે GF અને તેના પિતાને ગોળી મારી, પછી ટ્રેન પાટા પર ગયો અને...

PC: facebook.com

મધ્ય પ્રદેશના શાજાપુરમાં એક પોલીસ કોન્સ્ટેબલે પ્રેમિકા અને તેના પિતાને ગોળી મારી દીધી. પછી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો. ત્યારબાદ બેરછા રેલવે સ્ટેશન પર જઈને ચાલતી ટ્રેન સામે ઝંપલાવી દીધું. ટ્રેન સાથે ટક્કર થતા કોન્સ્ટેબલનું મોત થઈ ગયું. બીજી તરફ ગોળી લાગવાના કારણે પ્રેમિકાના પિતાનું તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત પ્રેમિકા હૉસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ ઘટના શાજાપુરના બેરછા વિસ્તારની છે. રિપોર્ટ્સ મુજબ, કોન્સ્ટેબલ સુભાષ ખરાડીના બેરછાની રહેવાસી યુવતી સાથે પ્રેમ સંબંધ હતા. જ્યારે આ વાતની જાણકારી યુવતીના પરિવારજનોને મળી તો તેમણે તેનો વિરોધ કર્યો અને તેના લગ્ન ક્યાંક દૂર નક્કી કરી દીધા. ઉલ્લેખનીય છે કે યુવતી મુસ્લિમ હતી અને આરોપી કોન્સ્ટેબલ હિન્દુ હતો. પ્રેમિકાના લગ્નની જાણકારી જ્યારે પ્રેમી કોન્સ્ટેબલને મળી તો તે ઉશ્કેરાઈ ગયો. બદલો લેવાની ભાવનાથી તે રવિવારે મોડી રાત્રે યુવતીના ઘરે જઈ પહોંચ્યો.

ઘરનો દરવાજો બંધ હતો. એટલે કોન્સ્ટેબલ નિસરણી લગાવીને બારીના માર્ગે યુવતીના ઘરના પહેલા માળે ઘૂસી ગયો. ત્યાં તેણે ફાયરિંગ શરૂ કરી દીધી. તે ખૂબ ગુસ્સામાં હતો. બુમરાણો સાંભળીને તેઓ પોત પોતાના રૂમોમાંથી બહાર નીકળ્યા. કોન્સ્ટેબલે જેવી જ પોતાની પ્રેમિકાને જોઈ, તેણે તેના પર ગોળી ચલાવી દીધી. તેનાથી પ્રેમિકા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈને જમીન પર પડી ગઈ. આ દરમિયાન વચ્ચે બચાવ કરવા વચ્ચે આવેલા પ્રેમિકાના પિતા પર પણ કોન્સ્ટેબલે ગોળી ચલાવી દીધી, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. યુવતીનો ભાઈ પણ આ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો. પોતાના કામને અંજામ આપ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો.

પોલીસને ઘટનાની જાણકારી મળતા જ SP યશપાલ સિંહ આખી ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. આરોપી કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરવામાં આવી. આ દરમિયાન તેણે ફેસબુક પર એક પોસ્ટ પણ શેર કરી. તેમાં લખ્યું હતું કે, ‘પ્રેમમાં છળ, એટલે ઠોકી. તેને તો એવું દર્દ આપ્યું છે જે તે ક્યારેય નહીં ભૂલી શકે.’ પોલીસ સતત આરોપી કોન્સ્ટેબલની શોધખોળ કરી રહી હતી કે ત્યારે જ ખબર પડી કે તેણે બેરઝા રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. હાલમાં પોલીસ ઘટનાસ્થળ પર ઉપસ્થિત છે. આરોપીના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલાવવામાં આવ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp