ભાજપના નેતાની બાઇક ઊંચકી લીધી તો નેતાની દાદાગીરીનો પોલીસે આપ્યો જડબાતોડ જવાબ

PC: dainikbhaskar.com

રોડ પર થતું અસ્થાયી દબાણ હટાવવા માટે બજારમાં પહોંચેલી ટ્રાફિક પોલીસે 'ભાજપ ઉપાધ્યક્ષ' લખેલી બાઇકને ઊંચકી લીધી હતી. આ કારણે પોલીસ અને ભાજપના નેતા તેમજ વેપારીઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. આ દરમિયાન જપ્ત કરેલી બાઇકની ચાવી ભાજપના નેતાએ પોલીસને આપતા કહ્યું કે, 'આ લો ચાવી. તમે આત્યારે જ મારી બાઇક છોડશો.' પોલીસકર્મીએ પણ જરા પણ નરમાઈ ન દાખવતા ભાજપના નેતાને કડક રીતે કહી દીધું હતું કે, 'તમારે જેટલું જોર લગાવવું હોય તેટલું લગાવી લો.' આ પછી બંને વચ્ચે ખૂબ વિવાદ ચાલ્યો. આ પછી મોડી સાંજે ભાજપના નેતા અને વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં જઈને ખૂબ હંગામો કર્યો હતો. લગભગ 1 કલાક સુધી ચાલેલો આ હંગામો બાઇક પરત મળી પછી શાંત થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાફિક પોલીસ જ્યારે માર્કેટમાં એક દુકાન પર પહોંચી તો અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પોલીસને 'ભાજપ ઉપાધ્યક્ષ' લખેલી એક બાઇક પણ મળી હતી. પોલીસે વ્યાપારી ગજાનંદ સોની પાસેથી દંડની વાત કરી તો આ દરમિયાન પાસે જ દુકાન ચલાવતા તેમના ભાઈ પણ ઘટના સ્થળે પહોંચી ગયા જ્યાં તેમની વચ્ચે અને પોલીસ વચ્ચે ખૂબ વિવાદ થયો. આ કારણે વ્યાપારીનો દીકરો ભડકી ગયો અને ચાવી પોલીસ કર્મી અનિરુધ મીણાના હાથમાં આપી દીધી અને કહ્યું કે, 'તમે બાઇક હમણાં જ છોડશો.' આનો ઉત્તર આપતા પોલીસ કર્મીએ કહ્યું કે, 'તમે પણ જોર લગાવી લો.'

ટ્રાફિક પોલીસની કાયર્વાહીથી નારાજ દુકાનદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાં તેમનો પોલીસ સાથે ખૂબ વિવાદ થયો હતો. પોલીસ સ્ટેશનમાં થયેલા હોબાળાની સૂચના SP ડૉ. શિવદયાળ સિંહને આપવામાં આવી. તેમણે SDOP ગુરુદત્ત શર્માએ ત્યાં મોકલ્યા હતા. ગુરુદત્ત શર્મા અને દુકાનદારો પણ ચર્ચા થઈ હતી અને દુકાનદારો અને ભાજપના નેતા નકુલ સોનીની બાઇક દંડ વસુલ્યા પછી પરત કરવામાં આવી. આ દરમિયાન દુકાનદારોએ પોલીસ પર ખરાબ વ્યવહારનો પણ આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp