GST અને નોટબંધીના લીધે ભારતીય અર્થતંત્રની ગતિ નબળીઃ રઘુરામ રાજન

PC: financialexpress.com

GST અને નોટબંધીના કારણે ભારતીય અર્થતંત્રની ગતિ મંદ પડી છે. તેમજ ભારતનો હાલનો 7 ટકા વિકાસ દર દેશની જરૂરીયાત પ્રમાણે પૂરતો નથી. તેમ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે.

અમેરિકાના બાર્કલેમાં યુનિવર્સિટી ઓફ કેલીફોર્નિયાના એક કાર્યક્રમમાં રઘુરામ રાજન ઉપસ્થિત રહ્યાં હતા. ભટ્ટાચાર્ય લેક્ચરશીપ નામના આ કાર્યક્રમનો મુખ્ય વિષય ફ્યુચર ઓફ ઈન્ડિયા હતો. રાજનના જણાવ્યા અનુસાર વર્ષ 2012થી 2016 સુધી ભારત ઝડપથી વિકાસ કરતું હતું. પરંતુ ત્યાર બાદ ભારતને આંચકા લાગ્યા છે. નોટબંધી અને GST આ બે આંચકાની ભારતીય અર્થતંત્ર ઉપર ગંભીર અસર પડી છે. દેશનો વિકાસ દર ત્યારે મંદ પડ્યો જ્યારે સમગ્ર દુનિયામાં તેજી આવી રહી હતી. 25 વર્ષો સુધી 7 ટકા વિકાસ દર બહુ મજબુત છે. પરંતુ ભારતના બજારમાં લોકો આવી રહ્યાં છે તે જોતા સાત ટકા વિકાસ દર યોગ્ય નથી. આપણે હજુ વધારે નોકરીઓની જરૂર છે. આપણે ફકત સાત ટકા વિકાસ દરથી સંતોષ માનવો જોઈએ નહીં. તેમ પણ તેમણે કહ્યું છે. રઘુરામ રાજનના મત અનુસાર ભારતમાં દર વર્ષે 10 લાખ નોકરીઓ ઉભી કરવી પડશે.

રાજનના મત અનુસાર ફરી એક વાત ભારતીય વિકાસ દર ગતિ પકડી રહ્યો છે. પરંતુ કાચાતેલની વધતી કિંમતનો મુદ્દે હજુ પણ યથાવત છે. ભારતનું અર્થતંત્ર મોટી સંખ્યામાં ઓઈલ ઈમ્પોર્ટ ઉપર આધારીત છે. એનપીએની વધતી માત્રા ઉપર ટીપ્પણી કરતા રાજને કહ્યું કે, આ સ્થિતિમાં ક્લીન-અપ જ સૌથી યોગ્ય વિકલ્પ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp