કેમ શરૂ કરી ભારત જોડો યાત્રા? રાહુલ ગાંધીએ જણાવ્યું કારણ, મીડિયામાં PM મોદી જ...

PC: enavabharat.com

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પંજાબમાં આજે છેલ્લો દિવસ છે. ગુરુવારે પઠાનકોટના સરનામાં કોંગ્રેસની જનસભા થઈ રહી છે. જનસભામાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ હાજર છે. રાહુલ ગાંધી પહેલા પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની અને પ્રતાપ સિંહ બાજવાએ જનસભાને સંબોધિત કરી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું છે કે, મેઈન સ્ટ્રીમની મીડિયાના વ્યવહારે પાર્ટીને ભારત જોડો યાત્રા કરવા માટે પ્રેરિત કરી જેથી, લોકો સાથે સીધો સંવાદ કરી શકાય. બુધવારે ભારત જોડો યાત્રાએ પોતાના કાર્યક્રમમાં પહેલો બદલાવ કરતા હિમાચલ પ્રદેશમાં એક દિવસ વિતાવવાનો નિર્ણય કર્યો. ધ ટેલીગ્રાફમાં છપાયેલા એક સમાચાર અનુસાર, રાહુલ ગાંધી પહેલા પણ કહી ચુક્યા છે કે મીડિયાનો ઉપયોગ પ્રોપેગેંડાના હથિયારની જેમ કરવામાં આવી રહ્યો છે. બુધવારે કાંગડામાં એક રેલીમાં તેમણે કહ્યું, મીડિયામાં લોકોની અસલ ચિંતાઓ માટે જગ્યા નથી અને આ એટલા માટે નથી કે મીડિયાને તેની જાણકારી નથી પરંતુ, આ મુશ્કેલી તેમના વલણના કારણે છે. તેમણે કહ્યું કે, એવામાં વિપક્ષ માટે મુશ્કેલી વધી જાય છે.

રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું, મીડિયામાં બેરોજગારી, નોકરીઓમાં કાપ અને અગ્નિવીર યોજનાની ખામીઓ જેવા મુદ્દાઓ પર વાત નથી થતી. કન્યાકુમારીથી હિમાચલ સુધી અમે યુવાનો સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, પ્રોફેશનલ ડિગ્રી હોવા છતા તેમણે મજૂરી કરવી પડી રહી છે. અમે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીએ છીએ પરંતુ, મીડિયા તેને નજરઅંદાજ કરે છે. સમાજમાં ડર અને નફરત ફેલાઈ રહી છે. સમુદાય એકબીજા સાથે લડી રહ્યા છે. પરંતુ, મીડિયા માત્ર નરેન્દ્ર મોદીનો ચેહરો બતાવવામાં વ્યસ્ત છે. તેઓ ક્રિકેટર અને બોલિવુડ કલાકારોના ચહેરા બતાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવવા અસંભવ બની ગયા છે, આવુ કરવા પર ક્યાં તો માઈક બંધ કરી દેવામાં આવે છે અને અથવા તો કેમેરો હટાવી લેવામાં આવે છે. આથી, કોંગ્રેસની પાસે યાત્રા કરવા સિવાય બીજો કોઈપણ વિકલ્પ બચ્યો જ નહોતો.

મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત જોડો યાત્રાના રૂટમાં હિમાચલ પ્રદેશ સામેલ નહોતું પરંતુ, ત્યાંની નવી કોંગ્રેસ સરકારની અરજી પર યાત્રા એક દિવસ માટે હિમાચલ પ્રદેશ પહોંચી. હવે આ યાત્રા પંજાબથી થઈને ગુરુવારે જમ્મુ-કાશ્મીર તરફ આગળ વધશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp