રાહુલ ગાંધી બની શકે છે કોંગ્રેસનાં પ્રમુખ

PC: Manoramaonline.com

આગલા મહિને રાહુલ ગાંધી કોંગ્રેસની કમાન સંભાળી શકે છે. કોંગ્રેસનાં વરીષ્ઠ નેતા વિરપ્પા મોઈલીએ સંકેત આપ્યા છે કે રાહુલ ગાંધી આગલા મહિને કોંગ્રેસનાં પ્રમુખ બની શકે છે. મોઈલીએ કહ્યું કે રાહુલ ગાંધી કોંગ્રેસની આંતરિક પ્રક્રિયા મારફત અધ્યક્ષ બનવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ બહુ જલ્દીથી કોંગ્રેસની કમાન સંભાળી લેવી જોઈએ. આ દેશ અને કોંગ્રે પાર્ટી માટે સારું રહેશે.

આગલા મહિને કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ચૂંટણી થવાની છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ પણ સંકેત આપ્યા હતા કે તેઓ કોંગ્રેસની ધૂરા સંભાળી શકવા તૈયાર છે. કોંગ્રેસનાં પ્રવક્ત રણદીપ સુરજેવાલાએએ આશા વ્યક્ત કરી છે કે રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસ વધુ મજબૂત અને સક્ષમ બનશે.

બીજી તરફ ભાજપનાં ઉપાધ્યક્ષ પ્રભાત ઝાએ કોંગ્રેસ પર વંશવાદનો આરોપ મૂકી કહ્યું કે ભાજપમાં કોઈ બતાવી શકે નહી કે હવે પછી કોણ પ્રમુખ બનશે. પરંતુ કોંગ્રેસમાં તો બધાને ખબર હોય છે કે હવે પછી પ્રમુખ કોણ બનશે.

આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ રાહુલ ગાંધી પર હુમલો કરતા કહ્યું કે વંશવાદ અને લોકતંત્ર એક સાથે ચાલી શકે નહી. રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે કેલિફોર્નિયામાં કહ્યું હતું કે ભારતમાં વંશવાદ જગજાહેર વાત છે. આ અંગે વૈંકેયા નાયડુએ કહ્યું કે વંશવાદી રાજનીતિએ દેશની સિસ્ટમને કમજોર કરી નાંખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp