ભાજપના સંકલ્પ પત્ર પર રાહુલે કહ્યું- મોદીજીના ઘોષણાપત્રમાં બે શબ્દ ગાયબ છે
ભારતીય જનતા પાર્ટીએ આજે સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું, જેમાં PM નરેન્દ્ર મોદીએ અનેક વચન દેશની જનતાને આપ્યા હતા. આ સંકલ્પ પત્ર જાહેર થયા બાદ કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આ સંકલ્પ પત્રની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપના મેનિફેસ્ટો અને નરેન્દ્ર મોદીના ભાષણથી બે શબ્દ ગાયબ હતા, મોંઘવારી અને બેરોજગારી. લોકોના જીવનથી જોડાયેલા સૌથી મહત્ત્વના મુદ્દા પર ભાજપ ચર્ચા સુદ્ધા નથી કરવા માગતી. INDIA ગઠબંધનનો પ્લાન સ્પષ્ટ છે- 30 લાખ પદો પર ભરતી અને દરેક શિક્ષિત યુવાને 1 લાખની નોકરી પાક્કી. યુવાનો આ વખતે PM મોદીની વાતોમાં નથી આવવાના, હવે યુવાનો કોંગ્રેસનો હાથ મજબૂત કરીને દેશમાં રોજગાર ક્રાંતિ લાવશે.
भाजपा के मेनिफेस्टो और नरेंद्र मोदी के भाषण से दो शब्द गायब हैं - महंगाई और बेरोज़गारी।
— Rahul Gandhi (@RahulGandhi) April 14, 2024
लोगों के जीवन से जुड़े सबसे अहम मुद्दों पर भाजपा चर्चा तक नहीं करना चाहती।
INDIA का प्लान बिलकुल स्पष्ट है - 30 लाख पदों पर भर्ती और हर शिक्षित युवा को 1 लाख की पक्की नौकरी।
युवा इस बार… pic.twitter.com/l9KTrrVWbO
PM મોદીએ જાહેર કર્યું BJPનું ઘોષણાપત્ર, જાણો આ વખત શું છે ખાસ
PM નરેન્દ્ર મોદીએ ભાજપનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેનું નામ સંકલ્પ પાત્ર આપવામાં આવ્યું છે. તેમાં ઘણા પ્રકારના વાયદા કરવામાં આવ્યા છે. PM નરેન્દ્ર મોદી સાથે જ આ અવસર પર ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ PM નરેન્દ્ર મોદીએ સંવિધાન નિર્માતા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી. મોદીએ X પર પોસ્ટમાં કહ્યું કે, બાબા સાહેબ આંબેડકરની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ. જય ભીમ.' આ પોસ્ટ સાથે જ PM મોદીએ વિભિન્ન કાર્યક્રમોમાં બાબા સાહેબ પર આપવામાં આવેલા પોતાના ભાષણો પર આધારિત એક વીડિયો પણ શેર કર્યો છે.
ભાજપે ઘોષણા પત્રમાં યુવા, ખેડૂત, મહિલાઓ વગેરેના કલ્યાણ માટે કાર્યક્રમ ચલાવવાની વાત કરી છે. માછીમારો માટે વિમાની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને શ્રીઅન્ન (મોટા અનાજ)ને સુપરફૂડ તરીકે વિકસિત કરવાનો પણ વાયદો કર્યો છે. એકલવ્ય સ્કૂલ ખોલવાનો પણ વાયદો કર્યો છે. સાથે જ SC/ST અને OBCના કલ્યાણ માટે કામ કરવાનો પણ વાયદો કર્યો છે. PM નરેન્દ્ર મોદીએ ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું. સંકલ્પ પત્રના નામથી જાહેર ઘોષણપત્રમાં ઘણી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
#WATCH | Bharatiya Janata Party (BJP) releases its election manifesto - 'Sankalp Patra' for the ensuing Lok Sabha polls in the presence of Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and party President JP Nadda.#LokSabhaElection pic.twitter.com/WVB8Km1NWJ
— ANI (@ANI) April 14, 2024
તેમાં રામાયણ ઉત્સવ મનાવવા, અયોધ્યાનો વધુ વિકાસ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી વગેરેનો વાયદો કરવામાં આવ્યો છે. ભાજપે સત્તા વાપસી થવા પર દેશમાં ન્યાય સંહિતા લાગૂ કરવાનો વાયદો કર્યો છે. સાથે જ વન નેશન વન ઇલેક્શન પર કામ ચાલુ હોવાની વાત પણ કહેવામાં આવ્યું છે. ઘોષણપત્રમાં રેલવેને લઈને પણ વાયદા કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની સમસ્યાને સમાપ્ત કરવામાં આવશે. સાથે જ નોર્થ ઇસ્ટમાં બુલેટ ટ્રેન પર કામ ચાલવાની પણ વાત કહેવામાં આવી છે.
5G વિસ્તાર 6Gના વિકાસ, ઊર્જામાં આત્મનિર્ભર બનવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. ભાજપનું ઘોષણપત્ર જાહેર થવા અગાઉ ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં ઉપસ્થિત નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે, વર્ષ 2014માં જ્યારે PM મોદી સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકાર ગરીબ, ગામ અને સમાજ માટે અંતિમ પદ પર ઊભા વ્યક્તિને સમર્પિત છે.
તેમણે કહ્યું કે, તેને કાર્યરૂપ આપતા છેલ્લા 10 વર્ષોમાં PM મોદીના નેતૃત્વમાં દેશે આ બધા અધ્યાયોને આગળ વધારવાનું કામ કર્યું છે . 60,000 નવા ગામોને પાકા રસ્તા સાથે જોડવાનું કામ કર્યું છે અને બારમાસી રસ્તા બનાવ્યા છે. આપણે ક્યારેય વિચાર્યું નહોતું કે ગામ સશક્ત થશે કે ઓપ્ટિકલ ફાઈબર ગામ સુધી પહોંચશે, પરંતુ આજે મને ખુશી છે કે તમારા નેતૃત્વમાં 1.2 લાખ પંચાયતોએ જણાવ્યું કે, ભારતની 25 કરોડ વસ્તી હવે ગરીબી રેખાથી ઉપર ઉઠી ચૂકી છે. તેમણે IMFના રિપોર્ટનો સંદર્ભ આપતા જણાવ્યું કે, IMF મુજબ ભારતમાં અત્યાધિક ગરીબી હવે 1 ટકાથી પણ ઓછી થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp