Video: રાહુલ ગાંધીએ પગપાળા જતા પ્રવાસી શ્રમિકો પર બનાવી ડૉક્યુમેન્ટ્રી

PC: deccanherald.com

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રવાસી શ્રમિકો, લોકડાઉન અને કોરોના વાયરસના મામલે સતત પોતાનો અભિપ્રાય રજૂ કરી રહ્યા છે. તેમણે હાલમાં જ રસ્તાએ પર પગપાળા જતા પ્રવાસી શ્રમિકોની સામે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી પ્રવાસી શ્રમિકો અને ગરીબોના ખાતામાં 7500 રૂપિયા તરત આપવાની માગ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પ્રવાસી શ્રમિકોને લઈને એક ડૉક્યુમેન્ટ્રી તૈયાર કરી છે. જેમાં લોકડાઉનને લીધે મુશ્કેલીમાં મૂકાયેલા શ્રમિકો સાથેની રાહુલ ગાંધીની વાતચીત પણ સામેલ છે. હરિયાણાથી પગપાળા ચાલી દિલ્હી પહોંચેલા શ્રમિકો સાથે રાહુલ ગાંધીએ લગભગ અડધો કલાક વાત કરી હતી. આ ડૉક્યુમેન્ટ્રીનો એક પ્રોમો શુક્રવારે રાતે રીલિઝ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તે આ વીડિયોને આજે યૂટ્યૂબ પર રીલિઝ કરશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 16 મેના રોજ પ્રવાસી શ્રમિકો સાથે વાત કરી હતી, જે પોતાના ગૃહરાજ્ય પરત ફરવા માટે સુખદેવ વિહાર ફ્લાઈઓવર પર ચાલી રહ્યા હતા. તે દરમિયાન રાહુલ ગાંધીએ તેમની મુશ્કેલીઓ વિશે વાત કરી. પ્રવાસીઓ સાથે મુલાકાત કર્યા પછી રાહુલ ગાંધીએ તેમના માટે ગાડીઓની વ્યવસ્થા કરી હતી. શ્રમિકોમાં મોનૂ નામના શ્રમિકે કહ્યું હતું કે, તે હરિયાણાથી ચાલીને દિલ્હી સુધી પહોંચ્યા છે. તેમણે ઝાંસી જવાનું છે.

કોરોના સંકટમાં લોકડાઉનમાં ફંસાયેલા પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી અને તેમની ઘર વાપસીની મુશ્કેલીઓને લઈ રાહુલ ગાંધી સતત અવાજ ઉઠાવી રહ્યા છે. કેન્દ્ર સરકારને સૂચનો પણ આપી રહ્યા છે. સરકાર તરફથી શ્રમિકોની મદદ માટે બસો અને ટ્રેનો ચલાવવામાં આવી છે. પણ પ્રવાસી શ્રમિકોની સંખ્યાની આગળ તે પૂરતી નથી. રસ્તાઓ પર શ્રમિકોની તસવીરો આજે પણ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની પ્રવાસી શ્રમિકો પર બનેલી ડૉક્યુમેન્ટ્રી 17 મિનિટની છે. જેમાં શરૂઆત પ્રવાસી શ્રમિકોના પલાયનના દુઃખના દ્રશ્યોથી કરવામાં આવી છે. ત્યાર પછી લોકો દ્વારા તેમણે વ્યક્ત કરેલું દુઃખ દેખાડવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીની તે મુલાકાત પછી નાણામંત્રી નિર્મલા સીતારમને રાહુલ ગાંધી પર ડ્રામેબાજીનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 25 માર્ચથી લોકડાઉન છે. જેને લીધે કામકાજ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. જેને લીધે દેશના શહેરી ક્ષેત્રોમાં કામ કરતા પ્રવાસી શ્રમિકો હવે ગામ તરફ પ્રયાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp