રસ્તા પર ફરવા નીકળ્યા રાહુલ ગાંધી, ખાધી પાણીપુરી અને તરબૂચ

PC: khabarchhe.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતા. પહેલા તેમનું સંસદપદ જવાની ચર્ચા હતી, ત્યારબાદ તેમને તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ 24 એપ્રિલ સુધીમાં તેમનું 12, તુગલક લેન નિવાસસ્થાન ખાલી કરવાનું હતું, પરંતુ તે પહેલા તેઓ તેમની માતા સોનિયા ગાંધીના 10, જનપથ ખાતેના બંગલામાં શિફ્ટ થઈ ગયા.

દરમિયાન, મંગળવારે રાહુલ ગાંધી દિલ્હીના રસ્તા પર ફરતા અને લારીઓ પર ખાતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ બંગાળી માર્કેટમાં પાણીપુરી સહિત અનેક વાનગીઓ ખાધી. આ પછી તેઓ જૂની દિલ્હીની જામા મસ્જિદ ગયા. જ્યાં તેમણે તરબૂચ પણ ખાધું હતું. જણાવી દઈએ કે રમઝાનના કારણે જામા મસ્જિદમાં સામાન્ય કરતા વધુ ભીડ હતી અને રાહુલ ગાંધીએ આ ભીડ સાથે મુલાકાત પણ કરી.

બીજી તરફ, રવિવાર, 16 એપ્રિલે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી કર્ણાટકની સ્થાનિક દૂધ બ્રાન્ડ નંદિનીના મિલ પાર્લરમાંથી આઈસ્ક્રીમ ખાતા જોવા મળ્યા હતા. આ અંગેની ટ્વીટમાં તેણે લખ્યું કે, ‘કર્ણાટકનું ગૌરવ - નંદિની શ્રેષ્ઠ છે!’ આપને જણાવી દઈએ કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની મિલ બ્રાન્ડ અમૂલ અને કર્ણાટકની મિલ્ક બ્રાન્ડ નંદિનીનો મુદ્દો મોટો રૂપ ધારણ કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp