શું બજેટ બાદ ટ્રેનના ભાડામાં મળશે છૂટ? અશ્વિની વૈષ્ણવે જાણો શું કહ્યું

PC: jagran.com

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારના રોજ સંસદમાં બજેટ રજૂ કર્યું હતું, જેમાં ઘણા પ્રકારની મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ વખતના બજેટમાં રેલવે માટે કેન્દ્ર સરકારે તિજોરી ખોલી દીધી છે. રેલવેને 9 ગણું વધુ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સામાન્ય નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે, જેનો ફાયદો દેશના કરોડો મુસાફરોને થવાનો છે. આ સાથે જ વરિષ્ઠ નાગરિકોને મળનારી છૂટ પર પણ રેલ્વે મંત્રીએ મોટો ખુલાસો કર્યો છે.

અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

અહીં તમને જણાવી દઈએ કે, રેલવે તરફથી કોરોના પહેલા દેશના કરોડો વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં છૂટ આપવામાં આવતી હતી, પરંતુ બજેટ બાદ રેલવે મંત્રીએ આ અંગે મોટી જાણકારી આપી છે. આ વખતે મુસાફરોને આશા હતી કે બજેટમાં એકવાર ફરીથી રેલ્વે ભાડામાં છૂટને પુનઃસ્થાપિત કરવામાં આવશે, જો કે એવું નથી થયું.

60 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળતો હતો લાભ

કોરોના મહામારી પહેલા, દેશભરના વરિષ્ઠ નાગરિકોને રેલ્વે તરફથી ભાડામાં છૂટ આપવામાં આવતી હતી, પરંતુ વર્ષ 2020મા આવેલી કોરોના મહામારી બાદ તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. પહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આનો ફાયદો મળતો હતો.

મુસાફરોને હતી આશા

અહીં તમને જણાવી દઈએ કે, દેશભરની મહિલાઓને 50 ટકા છૂટ મળતી હતી. જ્યારે, પુરુષોને 40 ટકા છૂટનો ફાયદો મળતો હતો. કોરોના મહામારી બાદ, સ્થિતિઓ સામાન્ય થઈ તો દરેકને આશા હતી કે રેલ્વે ફરીથી ભાડામાં છૂટને પુનઃસ્થાપિત કરી દેશે, પરંતુ એવું નથી થયું.

53 ટકા મળે છે છૂટ

રેલવે મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરતા તમામ નાગરિકોને ભાડામાં સરેરાશ 53 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ સાથે જ દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને આ છૂટ સિવાય પણ ઘણા પ્રકારની છૂટછાટો મળે છે.

છેલ્લા 8 વર્ષમાં રેલવે પર થયું ઘણું કામ

આ વખતના બજેટમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, અશ્વિની વૈષ્ણવે બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, રેલવે માટે આ વખતે ફંડના રેકોર્ડની ફાળવણી થઈ છે. ભાજપાના કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદથી અત્યાર સુધીના કાર્યકાળની વાત કરતાં તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં રેલવે પર ઘણું કામ થયું છે.

જાણો શું છે આગળનો પ્લાન?

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, પ્રાદેશિક વિસ્તારો માટે વંદે મેટ્રોને ડિઝાઇન કરવામાં આવી રહી છે. આ વર્ષના મધ્ય સુધી વંદે મેટ્રો ટ્રેનો માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ દોરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, ગ્રીન ગ્રોથના મુજબ હાઇડ્રોજન ટ્રેનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ડિસેમ્બર 2023 સુધી આ કામ પણ પૂર્ણ કરી લેવામાં આવશે. ખાસ વાત એ છે કે હાઇડ્રોજન ટ્રેનની ભારતમાં ડિઝાઇન પણ હશે અને બનશે પણ. વિશ્વમાં માત્ર ત્રણ દેશ છે જે હાઈડ્રોજન ટ્રેન ચલાવી રહ્યા છે. ભારત ચોથો દેશ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp