ચૂંટણી પંચ અને રેલવે બંને નિષ્ક્રિય, PM મોદીના ફોટોવાળી ટિકિટ હજી મળી રહી છે

PC: ndtv.com

રેલવેની ટિકિટો પર PM મોદીના ફોટો હોવા બાબતે વિવાદ વચ્ચે ચૂંટણી પંચની કાર્યવાહી બાદ રેલવેએ આ ટિકિટો પરત લઇ લેવાનો દાવો કર્યો હતો, પરંતુ ઉત્તરપ્રદેશમાં રેલવેની ટિકિટ પર ફરીથી PM મોદીની તસવીર નજરે ચઢી છે. લોકસભા ચૂંટણી 2019 પહેલા રેલવેએ આ ટિકિટો પરત લઇ લીધી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ઉત્તરપ્રદેશના બારાબંકીમાં હજી સરકારી જાહેરાતો વાળી ટિકિટો વેચાઇ રહી છે.

લખનઉથી 30 કિલોમીટર દૂર આવેલા બારાબંકી શહેરમાં એક શખ્સે રેલવે સ્ટેશન પરથી ટિકિટ લીધી હતી જેના પર PM મોદીનો ફોટો હતો અને સાથે સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ટિકિટ ખરીદનારા શખ્સ મોહમ્મદ શબ્બાર રિઝવીએ કહ્યું કે, મેં બારાબંકીથી વારાણસીની ટિકિટ લીધી હતી જે ગંગા-સતલુજ એક્સ્પ્રેસ માટે હતી. જ્યારે મેં ટિકિટ પર જોયું તો તેના પર PM મોદીનો ફોટો હતો. મને ખબર હતી આચાર સંહિતામાં આ યોગ્ય ન હતું. મેં જ્યારે સુપરવાઇઝરને આની ફરિયાદ કરીને તો તેને ધમકાવીને મને ભગાવી દીધો હતો. ત્યાર બાદ મેં મારા કેટલાક મીડિયાના મિત્રોને બોલાવીને આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે રેલવેએ 20 માર્ચના રોજ PM મોદીની તસવીરોવાળી ટિકિટો પરત લીધી હતી. તૃણમુલ કોંગ્રેસે આ બાબતે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. રેલવેએ પણ કહ્યું હતું કે આ ત્રીજા પક્ષની છે જે એક વર્ષ પહેલા છપાયેલા પેકેટમાંથી બચેલી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp