હવે નહીં થાય ટ્રેનમાં તકરાર, રેલવેએ લીધો મહત્ત્વનો નિર્ણય

17 Sep, 2017
11:31 PM
PC: staticflickr.com

રેલમાં સફર દરમિયાન આપણે ઘણા લોકોને ઝઘડતા જોયા હશે. આ ઝઘડાને ઓછા કરવા માટે રેલવેએ સૂવાના ઓફિશિયલ સમયમાં ફેરફાર કર્યો છે અને સૂવાના સમયમાં એક કલાકનો ઘટાડો કરી દીધો છે. રેલવે બોર્ડ તરફથી સર્ક્યૂલર જાહેર થયું હતું, જે મુજબ રિઝર્વ કોચમાં યાત્રીઓ હવે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ સૂઈ શકશે, જે અન્ય લોકોને સીટ પર બાકી વધેલા કલાકમાં બેસવાની તક મળે. પહેલાં આ સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યાનો હતો.