દાદર સ્ટેશનના હનુમાનદાદા મંદિરને તોડવાના આદેશને રેલવેએ અટકાવ્યો, ઉદ્ધવે...

PC: x.com

મુંબઈના દાદર સ્ટેશન નજીક આવેલા હનુમાન મંદિરને તોડવાના આદેશને રેલવેએ હાલ પૂરતો અટકાવી દીધો છે. શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદની સામે આ મુદ્દાને ઉઠાવ્યો હતો. આદિત્ય ઠાકરે શનિવારે આ મંદિરમાં જઈને પૂજા કરવાના હતા. ત્યાર પછી આ મંદિરમાં જવા માટે BJPના નેતાઓમાં પણ હરીફાઈ લાગી હતી. હાલ પૂરતું રેલવેએ આ મંદિર તોડી પાડવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. જ્યારે, BJP નેતા મંગલ પ્રભાત લોઢાએ હનુમાન મંદિરમાં આજે આરતી કરી હતી.

એક દિવસ અગાઉ, શિવસેના (UBT)ના વડા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM ઉદ્ધવ ઠાકરેએ દાદર સ્ટેશનની બહાર હનુમાન મંદિરને દૂર કરવા માટે રેલવે દ્વારા બહાર પડાયેલી નોટિસને લઈને BJP પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. 80 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાના નિર્ણયને એક 'ફતવો' ગણાવતાં ઉદ્ધવે કહ્યું, 'આ વળી કેવું હિન્દુત્વ છે? હવે BJPના રાજમાં મંદિરો પણ સુરક્ષિત નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ મામલે બેદરકાર છે.'

4 ડિસેમ્બરે, રેલવેએ મંદિરના ટ્રસ્ટી અને પૂજારીને નોટિસ આપી હતી. અને તેને 'અતિક્રમણ' ગણાવ્યું હતું. રેલવેના જણાવ્યા અનુસાર, આ મંદિર તેમની જમીન પર પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ મંદિરનું માળખું મુસાફરો અને વાહનોની અવરજવરમાં અવરોધ ઊભું કરી રહ્યું છે અને દાદર સ્ટેશન પર માળખાકીય સુવિધાઓના કામમાં પણ અવરોધ ઊભો કરી રહ્યું છે. રેલવેએ મંદિરને હટાવવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ઉદ્ધવ ઠાકરેએ BJPના 'એક હૈ તો સેફ હૈ'ના નારા પર કટાક્ષ કર્યો અને કહ્યું, 'તેઓ 80 વર્ષ જૂના મંદિરને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કેવા પ્રકારનું હિન્દુત્વ છે?' શિવસેના UBT નેતા આદિત્ય ઠાકરેએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું, 'એવું લાગે છે કે BJP માત્ર ચૂંટણી પૂરતો જ હિન્દુઓનો ઉપયોગ કરે છે.'

તેમણે કહ્યું, 'BJP સરકારની @RailMinIndia (રેલ મંત્રાલય)એ મુંબઈમાં 80 વર્ષ જૂના હનુમાન મંદિરને તોડવાની નોટિસ આપી છે. ન તો બાંગ્લાદેશમાં હિંદુઓ સુરક્ષિત છે કે, ન તો મહારાષ્ટ્રમાં મંદિરો, કારણ કે BJP સરકાર તેમને તોડી પાડવા માટે નોટિસ મોકલે છે.' આ મુદ્દે BJP પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ સવાલ ઉઠાવ્યો છે કે, શું હિન્દુત્વનો અર્થ માત્ર મંદિરો તોડવાનો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp