જેની તપાસ કરતા હતા તે ગેંગરેપ કેસમાં પોલીસ ઓફિસર દીકરો જ એક આરોપી નીકળ્યો

PC: crimetak.in

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ગયા અઠવાડિયે બે સગી બહેનો સાથે ગેંગરેપ કરવાના આરોપી 10 લોકોમાંથી એક પોલીસ અધિકારીનો દીકરો છે. આરોપીના પિતા એ જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જ્યાં કેસની તપાસ ચાલી રહી છે. આરોપીના પિતા ASI દીપક સાહૂએ પોતાના દીકરા કૃષ્ણની ધરપકડ કરીને ત્યારબાદ તરત જ ટ્રાન્સફર માટે અરજી કરી. રાયપુરના વરિષ્ઠ SP પ્રશાંત અગ્રવાલે તેમની અરજી સ્વીકારી અને ASI દીપક સાહૂનું બીજા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધું જેથી તપાસમાં બાધા ન આવે.

બળાત્કારીઓને મોતની સજા આપવાની માગને લઈને રાયપુર અને અન્ય જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ગેંગરેપ કરનારાઓમાંથી એક સગીર વયનો આરોપી છે. બંને બહેનો 31 ઑગસ્ટની રાત્રે રક્ષાબંધન મનાવ્યા બાદ પોતાના પિતરાઇ ભાઈ સાથે ઘરે ફરી રહી હતી, ત્યારે મંદિર હસોદ વિસ્તારમાં 10 યુવકોએ તેમને રોકી લીધા. તેમણે પિતરાઇ ભાઈને માર માર્યો અને છોકરીઓને બળજબરીપૂર્વક પોતાની બાઇક પર બેસાડી. ત્યારબાદ છોકરીઓને એક સામસૂમ વિસ્તારમાં લઈ જઈને તેમની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો.

રાયપુર SSPના નેતૃત્વમાં ઘણી ટીમોએ શંકાસ્પદ લોકોની જાણકારી મેળવી અને આગામી સવાર સુધી બધાની ધરપકડ કરી લીધી. ASI દીપક સાહૂને તપાસ સોંપવામાં આવી. જ્યારે તપાસ તેમના દીકરા સુધી પહોંચી તો તેઓ હેરાન રહી ગયા, પરંતુ તેમણે દીકરાની પણ ધરપકડ કરી અને તરત જ તપાસથી હટી ગયા. ઉલ્લેખનીય છે કે, 19 અને 16 વર્ષની છોકરીઓએ ઘટના બાબતે 31 ઑગસ્ટની મોડી રાત્રે લગભગ 01:00 વાગ્યે મંદિર હસોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ કાર્યવાહી કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી.

એક રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે, પીડિત બહેનો રક્ષાબંધનની રાત્રે 10:00 વાગ્યે રાખડી બાંધીને ફરી રહી હતી. પીપરહટ્ટા ગોઢી વચ્ચે દારૂ પીવા દરમિયાન આરોપીઓએ બંને બહેનોને રોકી લીધી. બતાવવામાં આવી રહ્યું હતું કે પીડિતો સાથે મોટી બહેનનો મંગેતર પણ હતો. આરોપીઓએ પહેલા મંગેતર સાથે મારામારી અને પછી તેને બાંધીને ગેંગરેપ કર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળથી ફરાર થઈ ગયા.

પીડિત પોલીસ પાસે પહોંચીને ઘટનાની જાણકારી આપી. જાણકારી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી. આ દરમિયાન પીડિત યુવકે પોલીસને એક આરોપીની બાઇકનો નંબર આપ્યો, જેની મદદથી પોલીસ બધા આરોપીઓ સુધી પહોંચી અને ધરપકડ કરી. કહેવામાં આવી રહ્યી છે કે મુખ્ય આરોપી ભાજપના નેતાનો દીકરો પૂનમ ઠાકુર પોતાના મિત્ર લવ તિવારી અને કેવલ વર્મા સાથે બિલાસપુર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેને રેલવે સ્ટેશનથી પકડી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp