ચૂંટણી લડ્યા વગર BJPના નેતા મંત્રી બની ગયા, શપથ પણ લઈ લીધા

રાજસ્થાનમાં મોડે મોડે મંત્રીમંડળની જાહેરાત કરી દેવામાં આવી છે, તેમાં એક મંત્રી એવા છે જેમની ખુબ ચર્ચા ચાલી રહી છે, રાજસ્થાનના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ધારાસભ્યની ચૂંટણી હજુ બાકી છે, પરંતુ એક નેતાનો મંત્રી મંડળમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 બેઠકો છે, પરંતુ 199 બેઠકો પર ચૂંટણી થઇ હતી. શ્રી કરણુપરની બેઠક પરથી કોંગ્રેસે ગુરમીત સિંહ કુન્નરને ટિકિટ આપી હતી, પરંતુ ચૂંટણી પહેલાં જ તેમનું નિધન થયું હતું. હવે આ ખાલી પડેલી બેઠક માટે 5 જાન્યુઆરી 2024ના દિવસે ચૂંટણી થવાની છે અને ભાજપે સુરેન્દ્ર પાલ સિંહને બેઠક પરથી ઉતાર્યા છે. હજુ ચૂંટણી થવાની બાકી છે, પરંતુ એ પહેલા સુરેન્દ્ર પાલ સિંહે ભજનલાલ શર્માના મંત્રી મંડળમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp