ઓનર કિલિંગ વિરુદ્ધ પોલીસનુ કેમ્પેન-પ્રેમ કરવો એ ગુનો નથી, મોગલ-એ-આઝમનો જમાનો ગયો

PC: twimg.com

તમે મુગલ-એ-આઝમ ફિલ્મ તો જોઈ જ હશે, જેમાં અકબરે પોતાના દીકરા સલીમની પ્રેમિકા અનારકલીને પ્રેમ કરવાની સજા આપતા તેને બે દીવાલોની વચ્ચે જીવતી ચણાવી દીધી હતી. કદાચ આ ઓનર કિલિંગનો પહેલો મામલો હતો. ત્યારથી લઈને અત્યારસુધી આશરે 400 વર્ષ પસાર થઈ ગયા બાદ પણ પ્રેમ કરવાને ગુનો માનવામાં આવી રહ્યું છે. હવે રાજસ્થાન દેશનું પહેલું એવું રાજ્ય બની ગયું છે, જ્યાં પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ આવા પ્રેમી યુગલોની સુરક્ષા પોલીસ પોતે કરશે.

ત્રણ દિવસ પહેલા સોમવારે જ વિધાનસભામાં ઓનર કિલિંગ બિલ-2019 પાસ થયું છે. આ કાયદો લાગૂ કરનાર રાજસ્થાન પ્રદેશમાં પહેલું રાજ્ય છે. આ કાયદો બનતા જ રાજસ્થાન પોલીસે તેના પ્રચાર માટે પણ ફિલ્મ મુગલ-એ-આઝમનો જ સીન લીધો છે, જેને પોતાના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે, હવે મુગલ-એ-આઝમનો જમાનો ગયો. હવે પ્રેમ કરવો કોઈ ગુનો નથી. જો પ્રેમ કરનારાઓને કોઈ શારીરિક નુકસાન પહોંચાડશે તો તેને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. છેલ્લી લીટીમાં દિલનું ચિહ્ન લગાવીને લખ્યું છે... ક્યોં કી પ્યાર કરના કોઈ ગુનાહ નહીં હૈ.

પ્રદેશમાં ઓનર કિલિંગ બિલ અંતર્ગત જો બે વયસ્ક સહમતિથી આતંરજાતીય લગ્ન કરે અને પરિવારદનો કોઈ એક અથવા બંનેની હત્યા કરી દે તો તેને ઓનર કિલિંગ માનવામાં આવશે. આંતર સામુદાયિક, આંતરધાર્મિક, સમુદાયમાં લગ્ન પર પણ આ નિયમ લાગુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp