રાજનાથ બોલ્યા- પાકિસ્તાન સાથે સારા સંબંધ ઇચ્છીએ છીએ, પણ પૂરી કરવી પડશે આ એક શરત

PC: ndtv.com

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે. પાકિસ્તાનના નેતાઓ સતત નિવેદનો આપી રહ્યા છે. કરતારપુર મામલાને છોડીને બાકીના બધે મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત સદંતર બંધ છે. જો કે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે  તેઓ પાકિસ્તાન સાથે સારા સંબંધોના પક્ષમાં છે. તેમણે પાકિસ્તાન સાથે દ્વીપક્ષીય વાતચીત ચાલુ કરવા માટે એક શરત પાકિસ્તાન સામે રાખી છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી તેને રાજકીય અભિયાન તરીકે ન લેવામાં આવે. અમે અત્યારે પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ તેની એક શરત એ છે કે પાકિસ્તાન આતંકવાદ સામે સખત કાર્યવાહી કરે.

રાજનાથ સિંહે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા વાતચીતના પ્રસ્તાવના સવાલ પર કહ્યું કે એર સ્ટ્રાઇર બાદ પાકિસ્તાનની પ્રતિક્રિયાઓથી સ્પષ્ટ થયું છે કે પાકિસ્તાન સ્તબ્ધ છે, પરંતુ એ ખરેખર કમનસીબી છે કે એર સ્ટ્રાઇક બાદ પૂછવામાં આવે છે કે તેટલા આતંકવાદીઓ માર્યા ગયા. જ્યારે કોઇ આવો સવાલ કરે છે ત્યારે એનો અર્થ એ થાય છે કે તમે સેના અને તેની બહાદુરી પર સવાલ કરી રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp