રામ મંદિર બાદ હવે આ મુદ્દો સરકારના એજન્ડામાં, રાજનાથ સિંહે આપ્યો સંકેત

PC: gstatic.com

અયોધ્યા જમીન વિવાદ અંગેના અંતિમ ચુકાદા પછી સરકારનો નવો એજન્ડા સામાન્ય કોમન સિવિલ કોડ હોઈ શકે છે. રક્ષામંત્રી રાજનાથસિંહે આજે આ સંકેત આપ્યો છે. દેહરાદૂનમાં પત્રકારોએ રાજનાથ સિંહને સવાલ કરતા તેમણે મોટું નિવેદન આપ્યું હતું. રક્ષામંત્રીએ કહ્યું કે હવે કોમન સિવિલ કોડનો પણ સમય આવી ગયો છે. BJP જે કહે છે તે કરે છે. અમારી કથની અને કરનીમાં કોઇ અંતર નથી.

ઉલ્લેખનીય છે કે શનિવારે રાજકીય અને ધાર્મિક રીતે સંવેદનશીલ અયોધ્યા કેસ અંગેનો ચુકાદો ઐતિહાસિક છે કારણ કે સુપ્રીમ કોર્ટના 69 વર્ષના ઇતિહાસમાં શનિવારે સંભળાયેલો આ પહેલો ચુકાદો છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ન્યાયાધીશો અઠવાડિયાના પાંચ દિવસ સોમવારથી શુક્રવાર સુધી કેસોની સુનાવણી કરે છે. ખાસ સંજોગોમાં, શનિવાર અને અન્ય રજાઓ પર પણ કોર્ટ સુનાવણી હાથ ધરે છે. પરંતુ સંભવત: આ પહેલી વાર હતું જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ શનિવારે આ પ્રકારનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે સરકાર દ્વારા સ્થાપિત ટ્રસ્ટની દેખરેખ હેઠળ અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવાનું કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે અયોધ્યામાં જ મસ્જિદ માટે પાંચ એકર જમીન શોધવામાં આવે. શનિવારે આપવામાં આવેલા આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડના દાવાના ફગાવીને વિવાદીત જમીન રામ જન્મભુમિ ન્યાસને આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ જગ્યાનો કબજો કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત રિસીવર પાસે રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp