રાકેશ શર્માએ ઇન્દિરા ગાંધીને આપ્યો કંઇક એવો જવાબ કે લોકોએ પણ કરી 'વાહવાહી'

PC: beaninspirer.com

રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી, 1949ના રોજ પંજાબના પટિયાલા ગામે થયો હતો. વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઈન્ડિયન એર ફોર્સમાં ટેસ્ટ પાઈલટ તરીકે કામ કરતા હતા. તેઓ બાળપણથી જ હવામાં વિમાન ઉડાડવાના સપનાં જોતા હતા. દેવેન્દ્રનાથ શર્માના પુત્રએ હૈદરાબાદ ખાતે શાળાકીય અભ્યાસ કર્યો. તેમણે નિઝામ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. શર્મા 1966માં એરફોર્સ કેડેટની તાલીમ લેવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેઓ ભારતીય વાયુ દળમાં જોડાયા.

રાકેશ શર્મા અવકાશમાં પગ મૂકનારા પ્રથમ ભારતીય અને વિશ્વના 138મા પ્રવાસી બન્યા. તેમણે અવકાશમાં 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટનો સમય ગાળ્યો હતો અને અને આ સિદ્ધિ મેળવતાની સાથે જ તેમનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થઈ ગયું હતું. 1970માં તેઓ ભારતીય હવાઈદળમાં પાઈલટ ઓફિસર તરીકે જોડાયા હતા. 1971માં જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે પણ તેમણે મિગ-21 ઉડાવ્યું હતું.

તેઓ ભારતીય વાયુ સેનામાંથી વિંગ કમાન્ડરના પદેથી નિવૃત્ત થયા. તેઓ ટૂંકા સમયમાં ઝડપથી રેન્ક મેળવતા ગયા. તત્કાલીન વડાંપ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું ‘અંતરિક્ષમાંથી ભારત દેશ કેવો દેખાય છે?’ જવાબમાં પ્રસિદ્ધ કવિ ઇકબાલની પંક્તિ ટાંકીને શર્માએ કહ્યું હતું, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા’ આ ઐતિહાસિક ઘટનાને આ વર્ષે 25 વર્ષ પૂરાં થયાં છે.

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો) અને સોવિયેત સંઘના સોવિયેત ઇન્ટરકોસ્મોસના સંયુક્ત અવકાશ કાર્યક્રમ હેઠળ 1982માં સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્માની પસંદગી કરવામાં આવી હતી. 3 એપ્રિલ, 1984ના રોજ સોયુઝ T-11 અવકાશયાન દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કર્યું હતું.

ઇન્ડિયન એર ફોર્સના અધિકારીએ 1984માં અવકાશમાં પગ મૂકીને ઇતિહાસ સર્જ્યો. 35 વષીર્ય સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા બીજી એપ્રિલ 1984ના રોજ અંતરિક્ષમાં પહોંચ્યા અને સેલ્યુટ 7 નામના અવકાશ મથકે 8 દિવસ ગાળ્યા હતા. સોયુઝ T-11માં અવકાશી મુસાફરી દરમિયાન રાકેશ શર્માએ ઉત્તર ભારતના હિમાલય પર્વતમાળામાં સ્થપાયેલા જળવિદ્યુત મથકોની મિલ્ટ સ્પેક્ટ્ર્લ ફોટોગ્રાફી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp