યુપી ઈલેક્શનમાં BJP માટે મુશ્કેલી બનશે રાકેશ ટિકૈત! વોટર્સને કરી રહ્યા છે આ અપીલ

PC: hindustantimes.com

ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP) હંમેશાંથી અમારો મુદ્દો રહ્યો છે. રાકેશ ટિકૈત એક વર્ષ કરતા વધારે સમયથી દિલ્હીના ગાજીપુર સીમા પર ચાલી રહેલા ખેડૂત આંદોલનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે. ગુરુવારે હૈદરાબાદ પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, MSPથી ખેડૂતોને મદદ મળશે. તેની સાથે સાથે રાકેશ ટિકૈતે કહ્યું કે તેઓ ‘BJPને હરાવો’ના નારા સાથે ઉત્તર પ્રદેશના મતદાતાઓ પાસે પણ જશે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ, તેમણે આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરતા કહ્યું કે MSP હંમેશાં સંયુક્ત કિસાન મોરચાનો મુદ્દો હતો. સંયુક્ત કિસાન મોરચામાં લગભગ 40 ખેડૂત સંગઠન સામેલ છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, કેન્દ્ર સાથે 11 વખતની ચર્ચામાં દરેક વખત અમે MSP પર ચર્ચા કરી. અમે તેનાથી પાછળ હટી રહ્યા નથી. સરકારે સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરવી જોઈએ અને વાતચીત શરૂ કરવી જોઈએ. રાકેશ ટિકૈતે આગળ કહ્યું કે, અમે ‘BJP હરાવો’ નારા સાથે ઉત્તર પ્રદેશના મતદાતાઓ પાસે જઈશું.

સારું હશે કે, ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદર્શ આચાર સંહિતતા (MCC) લાગુ થવા પહેલા આ મુદ્દા સોલ્વ કરી લે. રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું કે, સંયુક્ત કિસાન મોરચાના સમર્થકોની દિલ્હી સીમા પર ધરણા સ્થળને ખાલી કરવવાની કોઈ યોજના નથી. સંયુક્ત કિસાન મોરચાની રણનીતિ BJPને હરાવવાની છે. અમે એ સુનિશ્ચિત કરીશું. ગામોમાં બૉયકોટનો સામનો કરવો પડે અને ચૂંટણી પ્રચાર ન કરી શકે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં તેની પહેલા જ શરૂઆત થઈ ચૂકી છે.

ગત શુક્રવારે એટલે કે, 19 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કરતા ત્રણ કૃષિ કાયદાઓને પાછા લેવાની જાહેરાત કરી. આ કાયદાઓને પરત લેવા માટે કેન્દ્રીય કેબિનેટે બુધવારે એક બિલને મંજૂરી પણ આપી દીધી છે અને શિયાળુ સત્ર દરમિયાન તેને સંસદમાં રજૂ કરવામાં આવશે. રાકેશ ટિકૈતે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ, તેનાથી કોઈ સમાધાન નહીં થાય. ખેડૂતોને જે સમસ્યા છે તે એમની એમ છે.

જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે વાતચીત નહીં કરે અને MSP પર કાયદો નહીં લાવે ત્યાં સુધી અમારું પ્રદર્શન ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે કાયદા વાપસીની જાહેરાત કરી હતી તેના પર સંયુક્ત કિસાન મોરચાએ ખુશી તો વ્યક્ત કરી પરંતુ 6 અન્ય માગણીઓનો પેટારો ખોલી દીધો હતો. તેમાં MSP પર કાયદો બનાવવાની મુખ્ય માગણી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp