મહિલા પહેલવાનોનું આંદોલન તીવ્ર બની રહ્યું છે, ખાપ પંચાયતોએ આપ્યું અલ્ટીમેટમ

PC: indiatoday.in

પહેલવાનોના સમર્થનનો મુદ્દો આખા દેશમાં ગરમાતો ગઈ રહ્યો છે. શુક્રવારે હરિયાણામાં પંચાયતોનો દૌર ચાલી રહ્યો હતો. આ દરમિયાન પહેલવાનોના સમર્થન માટે બોલાવવામાં આવેલી ખાપ મહાપંચાયતા હોબાળો પણ થયો. આ દરમિયાન ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી દીધી એ, “9 જૂન સુધીમાં વૃજભૂષણ શરણ સિંહની ધરપકડ કરો, નહીં તો અમે લોકો આંદોલન છેડીશું. કુરુક્ષેત્રમાં રાકેશ ટિકૈતે આ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો વૃજભૂષણની ધરપકડ નહીં કરવામાં આવી તો ખેલાડીઓને પાછા અમે જંતર-મંતર પર છોડી આવીશું.”

રાકેશ ટિકૈતે કહ્યું કે, જો 9 જૂન સુધીમાં વૃજભૂષણની ધરપકડ ન કરવામાં આવી તો ત્યારબાદ આખા દેશમાં આંદોલન છેડી દેવામાં આવશે. આ અગાઉ શુક્રવારના કુરુક્ષેત્રમાં જાટ ધર્મશાળામાં પહેલવાનોના સમર્થનમાં ખાપોની સર્વજાતિય સર્વ ખાપ મહાપંચાયત થઈ હતી. કહેવામાં આવી રહ્યું હતું કે, આ મહાપંચાયતમાં પહેલવાનોના સમર્થનમાં ખાપો કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સોનીપતના રાઠધાના ગામમાં થયેલી સરોહા ખાપની 12 ગામોની પંચાયતોએ મોટો નિર્ણય લીધો. આ ખાપમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ, કાર્યકર્તાઓની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.

સરોહા ખાપનું કહેવું છે કે, વૃજભૂષણ શરણ સિંહ પર ગંભીર કલમો લાગી છે. તેમની જલદી ધરપકડ થવી જોઇએ અને દીકરીઓએ ન્યાય મળવો જોઈએ. ભાજપના નેતા વૃજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડન અને ડરાવવા ધમકાવવાનો આરોપ લાગ્યા છે. પહેલવાનોનો આરોપ છે કે તેમણે એથલીટોનું યૌન ઉત્પીડન કરવા માટે ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના પ્રમુખના રૂપમાં પોતાના પદનો દુરુપયોગ કર્યો. પહેલવાનો સાથે એકજૂથતા દેખાડવા માટે ગત દિવસોમાં ખેડૂત ગ્રુપોએ ઉત્તર પ્રદેશમાં ખાપ મહાપંચાયત, પંજાબ અને હરિયાણામાં ઘણા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. ગત રવિવારે જ નવા સંસદ ભવન તરફ માર્ચ કરવાનો પ્રયાસ કરવા પર પહેલવાનોને દિલ્હી પોલીસકર્મીઓ દ્વારા કથિત રૂપે મારવામાં આવ્યા.

સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે પહેલવાનોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમને કહ્યું કે, સરકાર નિષ્પક્ષ તપાસની પક્ષધર છે. અમે બધા ઈચ્છીએ છીએ કે ન્યાય મળે, પરંતુ એ ઉચિત પ્રક્રિયાનું પાલન કર્યા બાદ થશે. વૃજભૂષણ વિરુદ્ધ 6 વયસ્ક પહેલવાનો અને એક સગીર પહેલવાનના પિતા તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધાર પર દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલી 2 ફરિયાદોમાં લગભગ એક દશકની અવધિમાં આરોપી દ્વારા અલગ અલગ સમય અને વિદેશ સહિત અલગ-અલગ સ્થળો પર યૌન ઉત્પીડન, અનુસચિત રીતે સ્પર્શ કરવા, પીછો કરવા અને ડરાવવા ધમકાવવાના કેટલાક કથિત કેસોનો ઉલ્લેખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp