ગુજરાતની ચૂંટણીમાં ભાજપને એડવાન્ટેજ: રામજન્મભૂમિ વિવાદ ઉકેલની આરે

14 Nov, 2017
06:19 PM
PC: satyavijayi.com

ગુજરાતની ચૂંટણીની સાથે સાથે અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદનાં ઉકેલની આશા સેવવામાં આવી રહી છે. વિવાદી મામલાને ઉકેલવા માટે શિયા વક્ફ બોર્ડ અને અખાડા પરિષદ એમ બન્ને પરસ્પર સમજૂતી પર પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુસદ્દાને સુપ્રિમ કોર્ટને સોંપવામાં આવશે. યુપી શિયા વક્ફ બોર્ડનાં ચેરમેન સૈયદ વસીમ રીઝવીએ કહ્યું કે વક્ફ બોર્ડ સમજૂતી અને શરતો અંગેનો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે. અખિલ ભારતીય અખાડા પરિષદનાં મહંત નરેન્દ્રગીરી સાથે અલ્હાબાદમાં બેઠક કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે બેઠક બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ છે અને ત્યાં મંદિર જ બનશે. આ બન્ને શહેરોમાં નવી કોઈ મસ્જીદ બનશે નહી. અખાડા પરિષદ સાથે તમામ મુદ્દે સહમતી સાધવામાં આવી હોવાનો દાવો વસીમ રીઝવીએ કર્યો છે. આ સાથે 16મીએ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા જઈ રહ્યા છે અને વિવાદને સંવાદથી ઉકેલવાના પ્રયાસ કરશે. જ્યારે સુપ્રિમ કોર્ટમાં 5મી ડિસેમ્બરથી સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment: