26th January selfie contest

પેરોલ પર છુટેલા રામ રહીમે તલવારથી કેપ કાપી, ભાજપ ધારાસભ્ય પણ કાર્યક્રમમાં હાજર

PC: news18.com

સિરસા ડેરા સચ્ચા સૌદા ચીફ રામ રહીમ પેરોલ પર બહાર આવતાની સાથે જ ફરી ચર્ચામાં આવી ગયો છે. રામ રહીમે સોમવારે તલવારથી કેક કાપી હતી. ડેરાના બીજા સંત શાહ સતનામના જન્મ દિવસના પ્રસંગે રામ રહીમે કેપ કાપી હતી. રામ રહીમે તેમની ગાદી સંત શાહ સતનામને સોંપી દીધી હતી. કેક કાપવાનો વાયરલ વીડિયો બાગપત સ્થિત બરનાવા ડેરાનો છે.

બળાત્કાર અને હત્યાનો દોષી રામ રહીમ રોહતકની સુનરિયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. તે છેલ્લાં 14 મહિનામાં ચોથી વખત પેરોલ પર આવ્યો છે. 21 જાન્યુઆરી રામ રહીમને 40 દિવસની પેરોલ મળી છે. જેલમાંથી બહાર આવેલા રામ રહીમે 5 કલાક સુધી Online સત્સંગ કર્યો હતો, જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના OSD, ભાજપના સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા હતા.જે વીડિયો સામે આવ્યો છે તેમાં રામ રહીમ કહી રહ્યો છે કે આવા ઉત્સવ મનાવવાની તક 5 વર્ષ પછી મળી છે એટલે 5 કેક કાપવી જોઇએ, આ પહેલી કેક છે.

રામ રહીમના સત્સમાંગમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના OSD કૃષ્ણ બેગી અને રાજ્યસભા સાંસદ કૃષ્ણ પંવાર પણ સિરસા પહોંચ્યા હતા. બંને જણાએ રામ રહીમ સાથે વાત કરી હતી. OSD કૃષ્ણ બેદીએ કહ્યુ કે 3 ફેબ્રુઆરીએ નરવાનામાં યોજાનારા સંત રવિદાસ જયંતી સમારોહનું આમંત્રણ આપવા સિરસા આવ્યો હતો.

રાજ્યસભા સાંસદ કૃષ્ણ પંવારે રામ રહીમે કહ્યુ કે પાનીપતમાં પહેલા સ્વચ્છતા અભિયાન ચલાવ્યુ હતું. તે મને હજુ યાદ છે. તમારા આર્શીવાદ અમારી પર બની રહે. સિરસા ભાજપના નેતા ગોવિંદ કાંડાએ રામ રહીમને કહ્યું કે ભગવાન તમારી મુશ્કેલી જલ્દી દુર કરે અને તમે જલ્દી સિરસા પાછા આવો.

રેપ અને હત્યાના ગુનામાં રામ રહીમ દોષિત જાહેર થયેલો હોવા છતા નફફ્ટ અને શરમ વગરના નેતાઓ તેના આર્શીવાદ લેવા પહોંચી ગયા હતા. રામ રહીમના આર્શીવાદ લેનારા નેતાઓમાં અંબાલાના MLA અસીમ ગોયલ, ભાજપના ધારાસભ્ય કુલવંત બાજીગરના વહુ, નગર પાલિકાની ચેરપર્સન રેખા રાની  સહિત 24 થી વધારે નેતાઓ અને અધિકારી રામ રહીમને માથું ટેકવવા ગયા હતા.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે હરિયાણા સરકાર પર કટાક્ષ કર્યો છે. સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને લખ્યું કે, બળાત્કારી અને ખૂની ઢોંગી રામ રહીમનો તમાશો ફરી શરૂ થયો, હરિયાણાના CMના OSD અને રાજ્યસભાના સાંસદ નકલી બાબાના દરબારમાં હાજર થયા. ખટ્ટર સાહેબ, તમને તેની સાથે કોઈ લેવાદેવા નથી એવું માત્ર કહેવાથી નહીં ચાલે. ખુલ્લેઆમ તમારું સ્ટેન્ડ જણાવો કે તે રેપિસ્ટ સાથે છે કે મહિલાઓ સાથે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp