કેબિનેટ મંત્રી બોલ્યા: ફ્રીમાં મળે છે અમને પેટ્રોલ-ડીઝલ, ભાવથી કોઈ ફર્ક નથી પડતો

PC: RightNews.in

પેટ્રોલ-ડીઝલના આસમાને જતા ભાવોથી સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે ત્યારે કેન્દ્ર સરકારના સમાજ કલ્યાણ તેમજ અધિકારિતા મંત્રી રામદાસ અઠાવલેને તેનાથી કોઈ ફર્ક પડતો નથી.

રામદાસ અઠાવલેનું કહેવું છે કે તેમને પેટ્રોલ અને ડીઝલ ફ્રીમાં મળે છે એટલે તે એના વિષયમાં વિચારતા નથી. તેમણે કહ્યું કે 'પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તેનાથી શું ફર્ક પડે છે? સરકાર મારી ગાડીમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસાથી જ્યારે પેટ્રોલ અને ડીઝલ આવે છે ત્યારે એ વિષયમાં શું વિચારવાનું?' રામદાસ અઠાવલેએ આ વાત શનિવારે જયપુરમાં કહી હતી.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (RPI)ના અધ્યક્ષ રામદાસ અઠાવલેને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાજપ સરકારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બનશે, તેના પર રામદાસ અઠાવલેએ એક અલગ જ રાગ છેડી દીધો. તેમણે કહ્યું કે અયોધ્યામાં બૌદ્ધ મંદિર હતું. અહીં બૌદ્ધ મંદિરને તોડીને મસ્જિદ બની છે. અહીં બૌદ્ધ મંદિર બનવું જોઈએ. SC-ST એક્ટ પર સવર્ણોના ગુસ્સાને લઈને રામદાસ અઠાવલેએ કહ્યું કે ગરીબ સવર્ણોને માટે પણ 25 ટકા આરક્ષણની માગ કરશે. તેમણે કહ્યું કે ગરીબ સવર્ણોને 25 ટકા આરક્ષણના સમર્થનમાં હું પહેલાંથી રહ્યો છું.

રામદાસ અઠાવલેએ કહ્યું કે મને લાગે છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 300થી વધુ સીટ મળશે. તેમણે કહ્યું કે 2014મા કેન્દ્રમાં ભાજપ સરકારે આવ્યા પછી દેશના દરેક સામાન્ય લોકો માટે કાર્ય કર્યા છે. આ કાર્યોના કારણે જ 2019મા ભાજપને 300થી વધુ સીટ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp