રતન ટાટાનું નામ ભ્રષ્ટાચારમાં ઉછળ્યું, આખી હકીકત વાંચો...

PC: indianceo.in

બિઝનેસમેન રતન ટાટાનું નામ ભ્રષ્ટાચારના કેસમાં ઉછળતા ઉહાપોહ મચી ગયો છે. ન્યૂઝ એજન્સીએ રતન ટાટાના નામ સાથે આખાય મામલે રિપોર્ટ પબ્લીશ કર્યો છે. 

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ પર કેસ દાખલ કરવા માટે ઈઝરાયલની પોલીસે ભારતના બિઝનેસમેન રતન ટાટાનું નામનો ઉલ્લેખ કર્યો છે. જોકે, ટાટા ગ્રુપે આખીય વાતને ફગાવી દીધી છે અને રિપોર્ટ ખોટા હોવાનું જણાવ્યું છે.

બેન્જામીન નેતાન્હૂ, તેમની પત્ની સારા, હોલિવૂડના નિર્માતા મિચેલન અને ઓસ્ટ્રેલેયાના રિસોર્ટના માલિક જેમ્સ પેકર પાસેથી ગેરકાયદે રીતે ગિફટ સ્વીકારવાનો આક્ષેપ મૂક્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે નેતાન્યાહૂએ મિચેલનને મદદ કરવા માટે એક પ્રોજેક્ટને ભારતમાં આગળ વધારવા રતન ટાટા સાથે ભાગીદારી કરી હતી અને પ્રોજેક્ટમાં પોતાની ટકાવારી વધારવાનું પણ જણાવ્યું હતું.

ઈઝરાયલ પોલીસ અનુસાર ઈઝરાયલના હિતોની વિરુધ્ધ કામ કરી રહેલા નેતાન્યાહૂએ આ તમામની સાથે પાર્ટનરશીપ કરી છે. આ રિપોર્ટ ઈઝરાયલ ન્યૂઝ એજન્સી Ynetnewsએ પ્રસિધ્ધ કર્યો છે.

રિપોર્ટમાં કહેવાયું થે કે રતન ટાટાને આ પ્રોજેક્ટ થકી મોટો લાભ મળી રહ્યો છે. જ્યારે ટાટા ગ્રુપે આખીય વાતને ખોટી ગણાવી છે.

રિપોર્ટ પ્રમાણે ઈઝરાયલ પોલીસ રતન ટાટાએ ગયા વર્ષે તેલ અવીવની મુલાકાત કરી હતી અને ઈઝરાયલ પોલીસ રતન ટાટાની આ અંગે પુછપરછ કરી હતી. જોકે, ટાટા ગ્રુપે ઈઝરાયલના અધિકારીઓ સાથેની મીટીંગ અંગે ઈન્કાર કર્યો નથી પરંતુ ભ્રષ્ટાચારના આક્ષેપોને ખોટા ગણાવ્યા જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp