રતન ટાટા બોલ્યા- મોદી સરકાર પાસે વિઝન, આપણે એવી સરકારનું સમર્થન કરવું જોઈએ જે...

PC: business-standard.com

ગાંધીનગરમાં ભારતીય કૌશલ સંસ્થાનું શિલાન્યાસ ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. જેમાં ઘણાં ઉદ્યોગપતિઓ પણ સામેલ થયા હતા. જેમાં બિઝનેસમેન રતન ટાટાનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે મંદી અને બેરોજગારી જેવા વિપક્ષના પ્રશ્નો અંગે બોલતા કહ્યું હતું કે, ભારતમાં નકારાત્મક વાતો કરનારા લોકો હંમેશા બેરોજગારીની વાતો કરે છે. જ્યારે તેઓ બેરોજગારી વિશે વાત કરે છે, ત્યારે મારા મનમાં સવાલ થાય છે. તમે આ દેશ પર 50-60 વર્ષ રાજ કર્યું, પણ તમે બેરોજગારીના મુદ્દોનો ઉકેલ લાવવા કેવા ઉપાયો કર્યા?

આ દરનિયાન બિઝનેસમેન રતન ટાટાએ કહ્યું કે, આપણા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સરકારના અન્ય સભ્યો ભારત માટે એક વિઝન રાખે છે.

શું બોલ્યા રતન ટાટાઃ

બિઝનેસમેન રતન ટાટાએ આ કાર્યક્રમમાં કહ્યું કે, આપણા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સરકારના અન્ય સભ્યો ભારત માટે એક વિઝન રાખે છે. આપણે માત્ર તેની પર જ ગર્વ કરી શકીએ છે, જે આપણી પાસે છે અને આપણે તે સરકારનું સમર્થન કરવું જોઈએ જે લાંબી વિચારધારા ધરાવતી હોય.

ઉદ્યોગજગતની પ્રતિક્રિયાઃ

ઉદ્યોગપતિ રતન ટાટાના આ નિવેદન પછી કેન્દ્ર સરકારને થોડી રાહત જરૂર મળી હશે. ટાટાએ ગાંધીનગરમાં બુધવારે થયેલા એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરતા તેમની સરકારને દૂરગામી જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે તેમના વર્તમાન કાર્યકાળમાં ઘણાં મોટા નિર્ણયો લીધા છે.

કોંગ્રેસે ઉઠાવ્યો આ મુદ્દોઃ

જણાવી દઈએ કે, પાછલા દિવસોમાં મોદી સરકાર પર નિશાનો સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ યુવાનોને જણાવવું જોઈએ કે શા માટે ભારતની અર્થવ્યવસ્થા બર્બાદ થઈ છે, સાથે જ બેરોજગારીનો દર વધવા બાબતે પણ તેઓ જવાબ આપે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓનો સામનો કરવાનો પ્રધાનમંત્રીને પડકાર પણ આપી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp