RBIએ રદ્દ કર્યું આ બેંકનું લાયસન્સ, અકાઉન્ટ હોલ્ડર્સને મળશે આટલી રકમ રિટર્ન

PC: dnaindia.com

હજુ એક કો-ઓપરેટીવ બેંકને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્ના ‘ધ લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક લિમિટેડ’નું લાયસન્સ રદ્દ કર્યું છે, સાથે જ આ બેંકને આપવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, તે પોતાના અકાઉન્ટ હોલ્ડર્સને 5 લાખ રૂપિયા સુધી પાછા પણ આપે.

ભારતીય રિઝર્વ બેંકના આદેશ પછી હવે લક્ષ્મી કો-ઓપરેટીવ બેંક વ્યાપાર અથવા વ્યવહાર સહિત અન્ય નાણાકીય કાર્ય કરી શકશે નહીં. RBI તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દરેક જમાકર્તા DICGC એક્ટ, 1961 ની જોગવાઈઓ હેઠળ જમા વિમા અને ક્રેડીટ ગેરેન્ટી નિગમ (DICGC)થી 5 લાખ રૂપિયા સુધીનો દાવો કરવાનો હકદાર રહેશે.

લાયસન્સ રદ્દ કરવાનું કારણ

RBIએ પૂરતી મૂડીની અછત હોવાનો હવાલો આપીને લક્ષ્મી કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ્દ કરી દીધું છે. કેન્દ્રીય બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક લિમિટેડનું લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું છે. કેમ કે, તેની પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓ નથી.’

બેંક ડૂબવા પર 5 લાખ રૂપિયા સુધી સુરક્ષિત

DICGC ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ બેંકોમાં જમા 5 લાખ રૂપિયા સુધીની રકમનું ઇન્શ્યોરન્સ હોય છે. આ કારણે જ બેંક નાદાર થતા અથવા તેનું લાયસન્સ રદ્દ થવાની સ્થિતિમાં કસ્ટમર્સને આટલી ડિપોઝીટ રકમ ડૂબવાનો ખતરો નથી રહેતો. DICGC, ભારતીય રિઝર્વ બેંકની પૂર્ણ સ્વામિત્વવાળી સબ્સીડીયરી કંપની છે, જે બેંક જમા પર 5 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર આપે છે.

જો કે, આના માટે ખાતાધારકોને પોતાની જમા રકમ અનુસાર બેંકથી પૈસા પાછા મેળવવા માટે અરજી કરવાની રહેશે. રિઝર્વ બેંક અનુસાર લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક તરફથી આપવામાં આવેલા આંકડાઓને જોઈએ, તો આના 99 ટકા જ્માકર્તાઓની જમા રકમ આ ક્લેમની સીમાની અંદરની જ છે, ત્યારે તેમને તેમની પૂરી રકમ પાછી મળી જશે.

આજે બંધ થશે 110 વર્ષ જૂની બેંક

બીજી બાજુ, પૂણેની રૂપી કો-ઓપરેટિવ બેંક પર આજથી તાળું લાગી જશે, આની સાથે જ બેંકની બધી સેવાઓ બંધ થઇ જશે. RBI ના દિશા-નિર્દેશોનું પાલન ન કરવાના કારણે RBI એ ગત મહિનામાં જ આ બેંકનું લાયસન્સ કેન્સલ કરી દીધું હતું. કેન્દ્રીય બેંકનું કહેવું હતું કે, બેંકની પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp