અર્થવ્યવસ્થા માટે દરેક જરૂરી પગલા ઉઠાવશે RBI: શક્તિકાંત દાસ

PC: tosshub.com

દેશ સહિત દુનિયામાં કોરોના વાયરસના કહેરને કારણે ઈકોનોમીને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે દેશની ઈકોનોમીને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે અને GDP ગ્રોથમાં 23.9 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેણે દેશની સરકારની ચિંતા વધારી દીધી છે. દરમિયાન ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધારો સંપૂર્ણરીતે સ્પીડમાં નથી પહોંચ્યો, તે ધીમે-ધીમે આગળ વધશે. RBI તરફથી સતત મોટી માત્રામાં કેશની ઉપલબ્ધતાથી સરકાર માટે ઓછાં ભાવે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મોટાપાયા પર ઉધાર સુનિશ્ચિત બન્યું છે. શક્તિકાંત દાસે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધાર માટે જે પણ પગલાં ઉઠાવવાની જરૂર હશે, કેન્દ્રીય બેંક તેને માટે સંપૂર્ણરીતે તૈયાર છે. ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકને સંબોધિત કરતા કેન્દ્રીય બેંક પ્રમુખે કહ્યું કે, આર્થિક સુધાર પણ સંપૂર્ણરીતે નથી થયો. દાસે કહ્યું કે, GDPના આંકડાથી અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસ મહામારીના પ્રકોપના સંકેત મળે છે.

છેલ્લાં એક દાયકામાં આ પહેલો પ્રસંગ છે, જ્યારે ઉધારી ખર્ચ આટલો ઓછો થયો છે. તેમણે કહ્યું કે, વધુ પડતી કેશની ઉપલબ્ધતાથી સરકારનો ઉધારી ખર્ચ ખૂબ જ ઓછો થયો છે અને આ સમયે બોન્ડ પ્રતિફળ છેલ્લાં 10 વર્ષોના નીચલા સ્તર પર છે. એટલું જ નહીં, તેમણે એવું પણ કહ્યું કે, શિક્ષણનું આર્થિક વિકાસમાં યોગદાન રહે છે, એવામાં નવી શિક્ષણ નીતિ ઐતિહાસિક છે અને નવા યુગના સુધારા માટે જરૂરી છે. અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારવામાં પ્રાઈવેટ ક્ષેત્રના અનુસંધાન, નવેન્મેષ, પર્યટન, ખાદ્ય પ્રસંસ્કરણ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ઘણી રેટિંગ એજન્સીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ દસમાં ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એવામાં RBIનું આ નિવેદન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એશિયાઈ વિકાસ બેંક (ADB)એ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં નવ ટકાના ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું છે. S & P ગ્લોબલ રેટિંગ્સે પણ 2020- 21ના વર્ષ માટે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને નકારાત્મક નવ ટકા કરી દીધો હતો. મૂડીઝે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 11.5 ટકા તેમજ ફિચે 10.5 ટકાનો ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. જોકે, ગોલ્ડમેન સૈશનું અનુમાન છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 14.8 ટકાનો ઘટાડો આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp