રેપો-રિવર્સ રેપોરેટ, CRRને યથાવત રખાયું

PC: keydifferences.com

આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષા બહાર પડાઇ હતી, જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત 6 ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કમિટિએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત 4 ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત 5.75 ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એસએલઆરને 19.5 ટકા યથાવત રાખવામાં આવ્યો છે. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. આરબીઆઈની એમપીસીની બેઠક આ પહેલાં યોજાઇ હતી, એ બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ રિઝર્વ બેંકે જીડીપી ગ્રોથના અંદાજિત દરને 6.7 ટકા યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષ 2018 માં દેશના જીડીપીનો દર 6.7 ટકાના દરે વધવાની વાત કરી છે. રિઝર્વ બેંકે બીજા ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર 4.3 ટકાથી 4.6 ટકા રહેવાનો અંદાજ મુક્યો છે.

નવી ક્રેડિટ પોલિસી જાહેર કરવામાં આવ્યા બાદ શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. એમપીસીમાં સામેલ રહેલા પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયાએ આ વખતે પણ 0.25 ટકાનો ઘટાડો કરવાની તરફેણ કરી હતી પરંતુ બાકીના પાંચ સભ્યોએ સર્વસંમતિથી ધોળકિયાના મત સાથે સહમત ન હતા. રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવેલા મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોંધવારીને 4 ટકાના દરે રાખવા અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે લક્ષ્યને ધ્યાનમાં લઇને પોલિસી રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્રે નોંધનીય છે કે, છેલ્લે ઓગસ્ટ મહિનામાં નીતિ સમીક્ષા જારી કરતી વેળા રિઝર્વ બેંકે રેપો અને રિવર્સ રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. ચોથી ઓક્ટોબરની નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા.

 

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp