100થી વધુ આતંકવાદીઓને પકડનાર IPSએ 11 વખત જીત્યું 'પ્રેસિડેન્ટ્સ ગેલેન્ટ્રી મેડલ'

PC: shootingsportsindia.blogspot.com

ભારત આ વખતે 26 જાન્યુઆરી, 2023ના રોજ દેશનો 74મો ગણતંત્ર દિવસ ઉજવશે. ત્યારે દિલ્હીમાં આ અવસર પર દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અદમ્ય સાહસ બતાવનારા પોલીસકર્મીઓનું મેડલથી સન્માન કરવામાં આવશે. જેમાં એક IPS ઓફિસર એવા પણ છે જેમને છેલ્લા પ્રજાસત્તાક દિવસના અવસર પર 11મી વખત 'પ્રેસિડેન્ટ્સ ગેલેન્ટ્રી મેડલ' (રાષ્ટ્રપતિ શૌર્ય ચંદ્રક) આપવામાં આવ્યો હતો. આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદનને ખતમ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આ ઓફિસર બીજું કોઈ નહીં, પરંતુ IPS સંજીવ કુમાર યાદવ છે. ત્યારે આવો દેશના આ બહાદુર ઓફિસર વિશે જાણીએ.

અહીં તમને જણાવી દઈએ કે, સંજીવ કુમાર યાદવ અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ એન્ડ યૂનિયન ટેરિટરી (AGMUT) કેડરના IPS અધિકારી છે. વર્ષ 2004માં સંજીવ કુમાર યાદવ દિલ્હી પોલીસમાં જોડાયા હતા. સંજીવ કુમાર યાદવે આતંકની સામે લાંબા સમય સુધી લડાઈ લડી. સંજીવ કુમાર યાદવ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને લીડ કરી ચૂક્યા છે. સંજીવ કુમાર યાદવે આતંકવાદ સાથે જોડાયેલા 44 કેસની તપાસ કરી છે. જેમાંથી 15 કેસ ખૂબ જ ગંભીર હતા. સંજીવ કુમાર યાદવના નામ પર અત્યાર સુધી 100થી વધુ આતંકીઓની ધરપકડ કરવાનો રેકોર્ડ પણ છે. સંજીવ કુમાર યાદવ ખતરનાક આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને ઈન્ડિયન મુજાહિદના આતંકવાદીઓને પણ પકડી ચૂક્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, સંજીવ કુમાર યાદવે 55થી વધુ એનકાઉન્ટર્સમાં લીડ કર્યું છે. જેમાં 75થી વધુ આતંકીઓ અને ગેંગસ્ટર માર્યા ગયા હતા. દિલ્હી સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસમાં સંજીવ કુમાર યાદવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ તેની સાથે જોડાયેલા આતંકવાદીઓને પકડવામાં પણ સંજીવ કુમાર યાદવની મહત્ત્વની ભૂમિકા રહી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજીવ કુમાર યાદવના નેતૃત્વમાં દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમોએ 50થી વધુ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ભારતમાંથી ઈન્ડિયન મુજાહિદને ખતમ કરવામાં સંજીવ કુમાર યાદવની મહત્ત્વની ભૂમિકા રહી છે. જામા મસ્જિદ બ્લાસ્ટ કેસ 2010, ચિન્નાસ્વામી સ્ટેડિયમ બ્લાસ્ટ કેસ 2011 અને UP કોર્ટ બ્લાસ્ટ કેસ 2007 આ તમામ કેસોની તપાસમાં પણ સંજીવ કુમાર યાદવે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp