કાશ્મીર રાખવા માગતા હો તો કલમ 370 લાગૂ કરો: મેહબૂબા મુફ્તી

PC: thehindu.com

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મેહબૂબા મુફ્તીએ બુધવારે કેન્દ્ર સરકારને કહ્યું કે, જો તેઓ ‘કાશ્મીર’ રાખવા માગતા હોય તો કલમ 370 લાગુ કરો અને કાશ્મીર મુદ્દાનું નિરાકરણ કરવું પડશે. તેમણે કહ્યું કે, લોકો પોતાની ઓળખ અને સન્માન પાછા ઈચ્છે છે અને તે પણ વ્યાજ સાથે. બનિહાલના નીલ ગામમાં એક જનસભાને સંબોધિત કરતા મેહબૂબા મુફ્તીએ એમ પણ કહ્યું હતું કે, જમ્મુ-કશ્મીરના લોકોએ અમારા નસીબનો નિર્ણય મહાત્મા ગાંધીના ભારત સાથે કર્યો હતો જેમાં આપણને કલમ 370 આપી, આપણું પોતાનું સંવિધાન અને ધ્વજ આપ્યો તથા (નાથુરામ) ગોડસે સાથે નહીં રહી શકીએ.

મેહબૂબા મુફ્તીએ એકજૂથ થવા અને સંવિધાન દ્વારા મળેલો વિશેષ દરજ્જો પાછો લાગુ કરવાના સમર્થનમાં તેમના સંઘર્ષ તથા લોકોની ઓળખ અને સન્માનની સુરક્ષા માટે પોતાનો અવાજ બુલંદ કરવા કહ્યું. PDP પ્રમુખે કહ્યું કે, આપણે મહાત્મા ગાંધીના ભારત સાથે પોતાના નસીબનો નિર્ણય કર્યો જેમાં આપણને કલમ 370, આપણું સંવિધાન અને ધ્વજ આપ્યો. જો તેઓ આપણી દરેક વસ્તુ છીનવી લેશે તો આપણે પણ પોતાનો નિર્ણય પાછા લઈ લઈશું. તેમણે વિચારવું પડશે કે જો તેઓ પોતાની સાથે જમ્મુ-કાશ્મીર રાખવા માગતા હોય તો તેમણે કલમ 370 લાગુ કરવી પડશે અને કાશ્મીર મુદ્દાનું નિરાકરણ કરવું પડશે.

મેહબૂબા મુફ્તીએ કહ્યું કે, જમ્મુ-કશ્મીરના લોકો ગોડસેના ભારત સાથે નહીં રહી શકે. આપણે મહાત્મા ગાંધીનું ભારત ઈચ્છીએ છીએ. ભારતીય સંવિધાનથી આપણને મળેલી આપણી ઓળખ અને સન્માન પરત ઈચ્છીએ છીએ તથા હું આશ્વસ્ત છું કે તેમણે વ્યાજ સાથે પરત આપવું પડશે. તમે કાશ્મીરને દંડા કે બંદૂકના બળ પર નહીં રાખી શકો. મહાશક્તિ અમેરિકા પોતાની તાકતના બળ પર અફઘાનિસ્તાનમાં શાસન કરવામાં નિષ્ફળ રહ્યું અને ત્યાંથી જવું પડ્યું.

તેમણે BJPનું નામ લીધા વિના કહ્યું કે, આપણાં પોતિકા લોકો એ સમયે નારાજ થઈ જાય છે જ્યારે હું જમ્મુ-કાશ્મીરની શાંતિ અને (કાશ્મીર) મુદ્દાના હલ માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની માગણી કરું છું. તેઓ મને દેશદ્રોહી અને રાષ્ટ્ર વિરોધી કરાર આપે છે. આજે એ લોકો તાલિબાન અને ચીન સાથે પણ વાતચીત કરી રહ્યા છે. જેણે (ચીને) લદ્દાખમાં આપણી જમીન પચાવી પાડી છે અને અરુણાચલ પ્રદેશમાં એક ગામ પણ વસાવી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp