ગુજરાતની આ બેંકમાં નોકરી કરવાની તક, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

PC: stoodnt.com

ગુજરાતની અપ્રેંટિસના પદો પર ભરતી નીકળી છે. તેના માટે અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર આજે એટલે કે 1 ઓગસ્ટ 2020 સુધી જ ભરતી માટે અરજી કરી શકે છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ https://rnsbindia.com/ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીથી જોડાયેલી અન્ય દરેક જાણકારી વિશે અહીં જાણો...

RNSB Apprentice (Peon) Vacancy 2020 માટે અરજી કરવા હેતુ વધુમાં વધુ ઉંમર 30 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. એટલે કે 30 વર્ષ સુધીના જ ઉમેદવાર આ વેકેન્સી માટે અરજી કરી શકે છે.

આ ભરતી હેઠળ પસંદ કરવામાં આવેલા ઉમેદવારને 9000 રૂપિયા પ્રતિ મહિને પગાર મળશે. હજુ સુધી વિભાગે એ વાતની જાણકારી નથી આપી કે આ વેકેન્સી હેઠળ કેટલા પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક અપ્રેંટિસની નોકરી માટે અરજી કરી રહેલા યુવાનોની પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી કોઇ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી રહેશે.

ગુજરાતની રાજકોટ નાગરિક સહકારી બેંકમાં વેકેન્સી માટે કોઇપણ પ્રકારની અરજી ફી નિર્ધારિત કરવામાં આવી નથી. ઉમેદવારો ફ્રીમાં તેના માટે અરજી કરી શકે છે. ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે રહેશે. તેના માટે કોઇ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

SBIમાં 3850 પદો પર ભરતી

ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સર્કલ બેઝ્ડ ઓફિસર(CBO)ના પદો પર ભરતી માટે 3850 વેકેન્સી કાઢી છે. આ પદો પર ઓછામાં ઓછા 30 વર્ષ સુધીના ઉમેદવારો જ અરજી કરી શકે છે. ભારતીય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં અરજી કરવા માટે ઉમેદવારોનું ગ્રેજ્યુએશન પાસ કરવું જરૂરી છે. આ પદો પર દરેક એસટી, એસસી અને પીડબ્લ્યૂ વર્ગના ઉમેદવારો કોઈપણ ચાર્જ વિના અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 16 ઓગસ્ટ 2020 નક્કી કરવામાં આવી છે. આ પદ માટે 23700 રૂપિયા પ્રતિ મહિને પગાર મળશે.

ઉમેદવારોની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઈન્ટરવ્યૂના આધારે થશે.

અરજી માટે SBIની વેબસાઇટ sbi.co.in પર જઈને આપવામાં આવેલા નિર્દેશો અનુસાર ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂરી કરો. અરજી કરી રહેલા યુવાનોની પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી કોઇ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp