હેવાન બનેલા પિતાએ 9 વર્ષની પુત્રીને પીંખી નાખી, સારવાર દરમિયાન મોત

PC: telegraphindia.com

રોહતક શહેરમાં એક પિતા-પુત્રી વચ્ચેના પવિત્ર સંબંધ લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અહીં તેના પિતાએ 9 વર્ષીય નિર્દોષને વાસનાનો શિકાર બનાવી હતી. બળાત્કારને કારણે નિર્દોષ બાળકીને રોહતકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઈ મોકલવામાં આવ્યો છે. આ બનાવ બાદ આરોપી ફરાર છે. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ નિર્દોષનો પરિવાર મૂળ બિહારનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્દોષના માતા-પિતામાં ઘણા સમયથી ઝગડો ચાલી રહ્યો છે. જેના કારણે બંને અલગ રહે છે. આરોપીએ મંગળવારે તેની 9 વર્ષની પુત્રી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી, બાળકીની હાલત કથળી હતી. બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.

બનાવની માહિતી મળતાં રોહતક પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને માતાના નિવેદન પર પિતા વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો. ડીએસપી ગોરખ પાલ રાણા કહે છે કે આરોપી પિતા સામે પોક્સો એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે, આરોપી પિતા હજી ફરાર છે. પરંતુ ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રોહતક પીજીઆઈ મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp