ભાગવતે કહ્યું દુશ્મનોને તાકાત બતાવવાને બદલે અંદર-અંદર લડીએ છીએ, કોની તરફ ઇશારો

PC: indianexpress.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, 75 વર્ષની સ્વતંત્રતા જોઈને અમારી અંદર ઉત્સાહ જાગ્યો છે. કોરોનાના સમયમાં કોઈ દેશે સારું કર્યું છે, તો ભારતે કર્યું. G20ની અધ્યક્ષતા પણ આપણને મળી. મોહન ભાગવતે કહ્યું કે, હિન્દી સ્વરાજને જ આપણે હિન્દુ રાષ્ટ્ર કહીએ છીએ. RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, દેશને નવી સંસદ મળી, તેમાં જે પ્રકારે ચિત્ર લાગ્યા છે, સોશિયલ મીડિયામાં દેખાઇ રહ્યું છે કે તેને જોઈને જન સામાન્ય આનંદિત થઈ રહ્યા છે. દેશમાં આ સમયે કેટલા બધા કલેશ મચ્યા છે.

તેમણે કહ્યું કે, ભાષા, સાહુલિયતને લઈને વિવાદ થઈ રહ્યા છે, એ પ્રકારના વિવાદ થઈ રહ્યા છે કે આપણે અરસ-પરસમાં જ હિંસા કરી રહ્યા છીએ. આપણે દુશ્મનને પોતાની તાકત દેખાડી રહ્યા નથી, પરંતુ પોતે જ લડી રહ્યા છીએ, તેને લઈને હવા આપનારા લોકો છે, રાજનીતિવાળા લોકો પણ છે. આ બધુ સામાન્ય લોકોને નજરમાં આવે છે તો દુઃખ થાય છે. થોડા સમય માટે આપણને પણ જાત-પાતને લઈને ભેદ આવ્યા. કેટલાક લોકો બહારવાળા આવ્યા, પરંતુ જે બહારવાળા હતા તેઓ જતા રહ્યા, હવે બધા પોતિકા લોકો છે.

જોષીમઠની ઘટના થઈ, તેનું કારણ શું છે? એ માત્ર ભારતભરમાં જ નથી કેમ કે પર્યાવરણને લઈને આપણે એટલા સજાગ નથી. આ ઘટના બને છે કે આપણે તાત્કાલિક કંઈક કરવાની જરૂરિયાત છે. મોહન ભાગવતે કહ્યું કે, હવે આપણે વિશ્વના ટોચના દેશોમાં આવવા લાગ્યા છીએ. વિશ્વ આપણી પાસે હવે અલગ અપેક્ષા રાખે છે. તેના માટે આપણે અલગ પ્રયાસ કરવા પડશે, વિવાદ નહીં, વાતચીતથી બધુ ઉકેલવાનું છે. આપણી પૂજા અલગ અલગ છે, પરંતુ આપણી પૂજા આ દેશની છે. આપણે વિભાજિત થઈ ગયા તો આપણું બળ જતું રહેશે. એક-બીજાને ઊંચા-નીચા માનવામાં લાગ્યા છીએ.

RSS પ્રમુખ મોહન ભાગવતે આગળ કહ્યું કે, આખી દુનિયામાં જેને માથું રાખવાની જગ્યા મળી નથી, તેને ભારતે જગ્યા આપી. પારસી અને યહૂદીઓને પૂછી લો. નાના નાના કારણોમાં આપણે એક-બીજાના માથું ફોડીએ છીએ એ સારું છે? જાત-પાત પર ભેદ નહોતો, એમ લોકો કહે છે, પરંતુ એવું નથી. આપણે તેનો શિકાર થયા છીએ. આ બધુ આપણને જોડનારો મામલો છે જેને હિન્દુ નામ મળ્યું છે એ વૈશ્વિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp