RSS પ્રમુખ ભાગવતે ફરી ઉઠાવ્યો ભાગલાનો મુદ્દો, બોલ્યા-વિભાજન રદ્દ કરીને જ...

PC: indianexpress.com

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે, દેશનું વિભાજન ક્યારેય ન મટનારી વેદના છે. તેનું સમાધાન ત્યારે જ થશે જ્યારે આ વિભાજન રદ્દ થશે. ભારતના વિભાજનમાં સૌથી પહેલી બલિ માનવતાની લેવામાં આવી. નોયડામાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મોહન ભાગવતે કહ્યું કે, વિભાજન કોઈ રાજનૈતિક પ્રશ્ન નથી પરંતુ આ અસ્તિત્વનો પ્રશ્ન છે. ભારતના વિભાજનનો પ્રસ્તાવ જ એટલે કરવામાં આવ્યો જેથી લોહીની નદીઓ વહે પરંતુ, તેની વિરુદ્ધ ત્યારથી અત્યાર સુધી એનક ગણું લોહી વહી ચૂક્યું છે. સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે ભારતનું વિભાજન એ સમયની પરિસ્થિતિથી વધારે ઇસ્લામ અને બ્રિટિશ આક્રમણનું પરિણામ હતું. જોકે ગુરુનાનકજીએ ઇસ્લામી આક્રમણને લઈને આપણને પહેલા જ ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતનું વિભાજન કોઈ ઉપાય નથી તેનાથી કોઈ પણ સુખી નથી. જો વિભાજનને સમજવું હોય તો આપણે એ સમયથી સમજવું પડશે. સર સંઘચાલક મોહન ભાગવત ‘વિભાજનકાલીન ભારત કે સાક્ષી’ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામેલ કરી રહ્યા હતા.

પુસ્તકના લેખક કૃષ્ણાનંદ સાગરે ‘વિભાજનકાલીન ભારત કે સાક્ષી’માં દેશના એ લોકો દ્વારા અગાઉ ન કહેલી અને ન સાંભળેલા અનુભવને સામેલ કરવામાં આવ્યા છે જે વિભાજનની વેદનાના સાક્ષી છે. પુસ્તકમાં વિભાજનના સાક્ષી રહેલા લોકોના ઇન્ટરવ્યૂનું સંકલન છે. નોયડા સેક્ટર-12 સ્થિત ભાઉરાવ સરસ્વતી વિદ્યા મંદિરમાં થયેલા કાર્યક્રમમાં અલાહાબાદ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ શંભુનાથ શ્રીવાસ્તવ એક અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાના મહમંત્રી શ્રીરામ આરાવકાર અને ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિસદના સભ્ય સચિવ કુમાર રત્ન એક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ઘણી વખત ભારતના ભાગલાની ચર્ચા કરી છે અને કહ્યું કે, આપણે આજે પણ વિભાજનની વેદના સમજીએ અને ઝીલીએ છીએ. મોહન ભાગવતે પહેલા પણ એમ કહ્યું છે કે, દેશની એકતા અને અખંડતા માટે એ જરૂરી છે કે નવી પેઢી પોતાના ઇતિહાસને જાણે.

નવી પેઢી એ સમજે કે દેશના વિભાજનની વેદના કેવી હતી. કેટલા લોકો વિભાજનની આગમાં સળગ્યા છે. વિજયા દશમીના અવસર પર RSSના પ્રમુખે કહ્યું હતું કે, આ આપણી સ્વતંત્રતાનું 75મું વર્ષ છે. જે દિવસે આપણે સ્વતંત્ર થયા એ દિવસ સ્વતંત્રતાના આનંદ સાથે આપણે એક અત્યંત વેદના પોતાના મનમાંથી હજુ પણ ગઈ નથી. પોતાના દેશનું વિભાજન થયું અત્યંત દુઃખદ ઇતિહાસ છે એ પરંતુ એ ઇતિહાસનું સત્ય સામે આવવું જોઈએ, તેને જાણવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp