UP ચૂંટણી પ્રચારમાં PM મોદીના ચહેરાનો ઉપયોગ થશે નહીં, RSS બેઠકમાં નિર્ણય લેવાયો

PC: patrika.com

ઉત્તર પ્રદેશમાં ભાજપની ભવિષ્યની રણનીતિની બ્લૂ પ્રિન્ટ દિલ્હીમાં લગભગ લગભગ તૈયાર થઇ ચૂકી છે. રાષ્ટ્રીય સ્વંય સેવકની દિલ્હી બેઠકમાં વર્ષ 2022માં થનારી યુપી વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના નેતૃત્વમાં જ લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનાથી પણ મહત્ત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે યુપી અને અન્ય 5 રાજયોમાં યોજાનારી ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી મુખ્ય ચહેરો નહી રહેશે.

સંઘનું માનવું છે કે વડાપ્રધાન મોદીનો ચહેરો પ્રાદેશિક નેતાઓની સામે મુકવાથી મોદીની ઇમેજને નુકશાન થયું છે. વિરોધીઓ અજાણતા તેમને નિશાન બનાવે છે. સંઘ કોઇ પણ નેતાને અલગ કરવા કે નારાજગી સાથે છોડવા તૈયાર નથી. હવે યોગીએ આની પર ખરા ઉતરવાનું છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર પરિવારને સાથે લાવવા પર પણ વિચારણાં ચાલી રહી છે.

આરએસએસની દિલ્હીમાં મળેલી બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવત અને દત્રાતેય હોસબોલેની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો. સુત્રોના કહેવા મુજબ આ બેઠકમાં પશ્ચિમ બગાળની ચૂંટણીને લઇને ગંભીર મનોમંથન કરવામાં આવ્યું હતું. સંઘનું માનવું છે કે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં મમતા V/S મોદીની રણનીતિથી નુકશાન થયું છે. ચૂંટણી હારવા કરતા પણ મહત્ત્વની વાત એ છે કે વિરોધીઓને વારંવાર પ્રધાનમંત્રી પર હુમલો કરવાની તક મળી છે જેને કારણે તેમની ઇમેજને નુકશાન થયું છે. આ પહેલાં 2015ની વિધાનસભા ચૂંટણીમાં નીતીશ કુમારની સામે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં  અરવિંદ કેજરીવાલની સામે પણ આ રણનીતિથી કોઇ ફાયદો થયો નહોતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને કોંગ્રેસે મોદીની ઇમેજ મુસલમાન વિરોધી હોવાની રણનીતિ અપનાવી હતી જેને કારણે મુસલમાન વોટર એકજૂટ થઇ ગયા અને 70 ટકા કરતા વધારે મુસલમાનોએ ટીએમસીને મત આપીને પરિણામ એકતરફી લાવી દીધું હતું.

ઉત્તર પ્રદેશમાં પણ મુસલમાન વસ્તી સૌથી વધારે છે અને લગભગ 75 ટકા ચૂંટણી પરિણામો પર અસર પાડી શકે તેમ છે. યુપીમાં મોદીને ચહેરો બનાવવાને કારણે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ ફરી મુસલમાનોને એકજૂટ કરવમાં સફળ થઇ શકે છે.

બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે યોગીની ઇમેજ મુસલમાન વિરોધીની નથી. આ વખતની ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. ગયા વખતની ચૂંટણીમાં મુસલમાન ઉમેદવારોને ટિકીટ આપવામાં નહોતી આવી.

આરએસએસના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે પીએમ મોદી અને યોગી વચ્ચે કોઇ ઝગડો નથી. યુપી બીજેપની ટવિટર એકાઉન્ટ પરથી મોદીનો ફોટો હટાવવાનું કારણ એ જ હતું કે વિધાનસભાની ચૂંટણી યોગીના ચહેરાની સાથે લડવામાં આવશે. હવે પોસ્ટરમાં યોગી આદિત્યનાથની સાથે યુપીના બીજેપી અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા પણ દેખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp