ઘરમાં પુરુષોને શીખવાડો, મહિલાઓ સાથે કેવું વર્તન કરવું જોઈએઃ ભાગવત

PC: indiatimes.com

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે બનેલી બળાત્કારની ઘટના સામે દેશભરમાં આક્રોશનો માહોલ છે. બોલિવૂડના કલાકારોથી લઈને અનેક સંસ્થાઓના વડાઓ આ ઘટનાને પોતાના શબ્દોમાં વખોડી રહ્યા છે. એવામાં સંઘ સુપ્રીમો મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. દિલ્હીમાં નિર્ભયાકાંડની માફક દેશમાં સ્ત્રી સુરક્ષાનો મુદ્દો ફરી તંત્રને ઘેરી રહ્યો છે. મોહન ભાગવતે આ સમસ્યાનો ઉકેલ સૂચવતા કહ્યું હતું કે, બધી વસ્તુઓમાં તંત્ર પર આધાર રાખવાને બદલે પોતાના ઘરમાં પુરુષોને શીખવાડો કે, મહિલાઓ પ્રત્યે કેવી વર્તણૂંક કરવી જોઈએ?

દિલ્હીના ગીતા મહોત્સવ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે આવેલા મોહન ભાગવતે ઉમેર્યું હતું કે, મહિલાઓની સુરક્ષા માટે સરકારે કાયદો ઘડ્યો છે. જેની યોગ્ય રીતે અમલવારી થવી જોઈએ. બધી વસ્તુઓમાં તંત્ર પર આધાર ન રાખવો જોઈએ. આપણા દેશમાં માતૃશક્તિની સલામતીમાં કુટુંબ દરેક જગ્યાએ અખંડ રહે છે. સરકારે જે કાયદો ઘડ્યો છે એનું કોઈ રીતે પાલન થતું નથી. જે લોકો આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે એમની પણ મા બહેન છે. તંત્ર પર બધી વસ્તુને લઈને આધાર રાખવો યોગ્ય નથી. પુરુષોને શીખવવાની શરુઆત પોતાના ઘરમાંથી જ કરવી જોઈએ. મહિલાઓ તરફ જોવાની દ્રષ્ટિ, વિચારધારા અને વર્તાવ શુદ્ધ-સ્વસ્થ હોવો જોઈએ.

આવું થશે તો જ આવી ઘટનાઓ પર પૂર્ણવિરામ મુકાશે. હૈદરાબાદમાં તબીબ પર થયેલા દુષ્કર્મમાં દિવસે દિવસે અનેક નવી કડીઓ સામે આવી રહી છે. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરતા આ ચારેય શખ્સોએ ખુલાસો કર્યો હતો કે, યુવતીને પણ મદીરાપાન કરાવવાનો પ્રયત્ન તેમણે કર્યો હતો. યુવતીના શરીરને આગચંપી કર્યા બાદ તેઓ ફરી તપાસ કરવા ગયા હતા કે, શરીર બળી ચૂક્યું છે કે નહીં. આરોપી શિવા અને નવીને સૌપ્રથમ નેશનલ હાઈવે 44 પર શમ્શાબાદ અને શાદનગર વચ્ચે રેકી કરી હતી. જણાવી દઈએ કે, આ ઘટનામાં ચટ્ટનપલ્લી ગામ નજીક આવેલા અંડરપાસની નીચે યુવતીને સળગાવી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp