સંસદમાં હંગામો... પ્રિયંકા અદાણી લખેલી બેગ લઈને પહોંચ્યા, રાહુલે કહ્યું,સુંદર છે
સંસદના શિયાળુ સત્રમાં ગૌતમ અદાણીને લઈને વિપક્ષનો હોબાળો અટકતો જણાતો નથી. આ દરમિયાન મંગળવારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી 'મોદી અદાણી ભાઈ-ભાઈ' લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ગૃહની કાર્યવાહી ચાલી નથી રહી. અમે ચર્ચામાં ભાગ લઈ શકતા નથી.
પ્રિયંકા ગાંધીની આ બેગ બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ખૂબ જ ક્યૂટ છે. બેગમાં એક તરફ PM મોદી અને બીજી તરફ અદાણીની તસવીર છે. લખ્યું છે, મોદી અદાણી ભાઈ ભાઈ... આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અમે ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવા માંગીએ છીએ, પરંતુ સરકાર ચર્ચા ઈચ્છતી નથી. કોઈ ને કોઈ બહાને તેઓ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી રહ્યા છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોને વાતચીત અને ચર્ચાઓમાં ભાગ લેવા અને ઘણી સંખ્યામાં હાજરી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે ગૃહમાં વાતચીત થાય અને મુદ્દાઓ પર ચર્ચા થાય.
#WATCH | Delhi | Opposition leaders hold protest in the Parliament complex over Adani issue pic.twitter.com/f4pueQJ04S
— ANI (@ANI) December 10, 2024
શિયાળુ સત્રના 11મા દિવસે કિરેન રિજિજુએ કહ્યું કે, રાહુલ ગાંધી સિવાય તમામ સાંસદો ચર્ચા ઈચ્છે છે. કોંગ્રેસ ડ્રામા કરી રહી છે. કદાચ આ લોકો સંસદીય લોકશાહીમાં માનતા નથી. રાહુલ માટે કોઈ મુદ્દો મહત્વનો નથી. આ પહેલા સોમવારે પણ વિપક્ષે અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધી પત્રકારની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને વિપક્ષના બે સાંસદોએ PM નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણીના માસ્ક પહેર્યા હતા અને રાહુલ સાથે વાત કરી હતી. રાહુલે PM મોદી-અદાણી સંબંધો, અમિત શાહની ભૂમિકા અને સંસદનું કામકાજ ન થવા પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ BJP પણ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહ્યું છે. BJPએ સોનિયા ગાંધી પર અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે મળીને ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો છે. BJPનું કહેવું છે કે, કોંગ્રેસ એક વ્યવસ્થિત કાર્યયોજના હેઠળ ભારતની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
यह एक ख़ास और पुराना रिश्ता है! #ModiAdaniEkHai pic.twitter.com/s6iF1YeCcX
— Rahul Gandhi (@RahulGandhi) December 9, 2024
આ પહેલા સોમવારે સંસદમાં ચાલી રહેલી મડાગાંઠને સમાપ્ત કરવા માટે સત્તાધારી BJP અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સમજૂતી થઈ હતી. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મંગળવારથી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સુચારૂ રીતે ચાલશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિવિધ પક્ષોના ફ્લોર લીડર્સ સાથે બેઠક યોજી હતી, જેમાં આ સર્વસંમતિ સધાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp