સલમાન ખાને પોતાના પરિવારના 45 સભ્યો સાથે ઇસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો
ઉત્તર પ્રદેશના હાપુડમાં એક જ પરિવારના 45 લોકોએ ઇસ્લામ ધર્મનો ત્યાગ કરીને સનાતન ધર્મની કંઠી બાંધી લીધી છે. પરિવારના મોભી સલમાન ખાને નામ બદલીને સંસાર સિંહ કરી દીધું છે. છેલ્લાં 4 વર્ષથી આ પરિવાર ધર્મ પરિવર્તન કરવાનું ઇચ્છતો હતો, પરંતુ સમાજના ડરને કારણે એ શક્ય બન્યું નહોતું.
સંસાર સિંહે કહ્યું કે, અમારા પૂર્વજો મૂળ હિંદુ હતા અને પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં રહેતા હતા. મોઘલ કાળમાં તેમને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબુર કરાયા હતા. પણ પૂર્વજો હમેંશા હિંદુ મૂલ્યો અને સંસ્કૃતિમાં જ માનતા હતા.
જ્યારે તાજેતરમા દાદાએ અંતિમ ઇચ્છા વ્યકત કરેલી કે તેમની અંતિમ ક્રિયા સનાતન ધર્મ મુજબ કરવામાં આવે. જ્યારે દાદાનું મૃત્યુ થયું ત્યારે હિંદુ પરંપરા મુજબ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp