એક્ઝિટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ BJP હોટ ફેવરિટ, આટલી સીટો મળવાનું અનુમાન

PC: googleusercontent.com

એક્ઝિટ પોલના અનુમાનો અનુસાર, 2019 લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી NDA સ્પષ્ટ બહુમતિ મેળવી શકે છે. તેમજ એક્ઝિટ પોલના પરિણામોની જેમ સટ્ટા બજારમાં પણ BJPની જીતનું અનુમામ લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ તેઓ એક્ઝિટ પોલની સરખામણીમાં થોડી ઓછી સીટો આપી રહ્યા છે.

સાત તબક્કામાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં ઘણા શહેરોમાં સટ્ટા બજાર BJPને 238થી 245 સીટો આપી રહ્યા છે. રાજસ્થાનમાં સટ્ટાબજાર BJPને 242-245 સીટો આપી રહ્યું છે, જ્યારે દિલ્હીના સટ્ટાબજારમાં આ સંખ્યા 238-241 છે. આશરે-આશરે આ જ આંકડો મુંબઈનો પણ છે.

2014ની ચૂંટણીમાં BJPએ 282 સીટો પર જીત મેળવી હતી, જ્યારે અનેય સહયોગી દળોની સાથે NDAની કુલ 336 સીટો હતી. મોટાભાગના એક્ઝિટ પોલમાં BJPને એકલા બહુમતથી નજીક દર્શાવવામાં આવી હતી, તેમજ સટ્ટા બજારમાં આ આંકડો થોડો ઓછો છે. પરંતુ NDAને તેઓ પૂર્ણ બહુમત આપી રહ્યા છે.

સટ્ટા બજારનું માનવું છે કે, કોંગ્રેસ 75-82 સીટો જીતી શકે છે. ઘણા એક્ઝિટ પોલના પરિણામો દર્શાવે છે કે, NDAને 312, UPAને 110 અને અન્યને 98 સીટો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp