ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલનાકા પર ચાલતું કૌભાંડ પકડાયુ

PC: twitter.com

ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે બુધવારે મળસ્કે 3-30 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલપ્લાઝા પર દરોડા પાડ્યા હતા અને પોલીસને ચોંકાવનારી માહિતી હાથ લાગી હતી. આ કૌભાંડ ગુજરાત સહિત 12 રાજ્યોના 200 ટોલનાકા પર ચાલી રહ્યું હતું. અતરૈલામાં છેલ્લાં 2 વર્ષથી કૌભાંડ ચાલતું હતું અને  ટોલનાકા પર રોજની 45,000 રૂપિયાની કમાણી ગજવે ઘાલવામાં આવતી હતી.

કૌભાંડીઓએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સોફ્ટવેર બદલી નાંખ્યુ હતું અને જે વાહનો ફાસ્ટેગ વગરના હોય તેવા વાહનોની ફ્રી એન્ટ્રી બતાવી દેવાતી હતી અને વાહન ચાલક પાસે જે પૈસા વસુલ્યા હોય તે ગજવે ઘાલી દેવામાં આવતા હતા.

પોલીસે આલોક કુમાર સિંહ, રાજીવ મિશ્રા અને મનિષ મિશ્રાની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp