રમઝાન દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં શરતી સીઝફાયરની ઘોષણા

PC: tosshub.com

રમઝાનના પવિત્ર મહિનાની આવતીકાલથી શરૂઆત થવાની છે અને તેને લઈે ગૃહ મંત્રીલયે કાશ્મીરને લઈને મોટો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયેે રમઝાન મહિના દરમિયાન શાંતિ કાયમ રાખવા માટે જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન પર રોક લગાવી દીધો છે.

ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કેન્દ્ર સરકારે સુરક્ષા બળોને આદેશ આપ્યો છે કે રમઝાનના પવિત્ર મહિનામાં સુરક્ષા બળ કોઈ સૈન્ય ઓપરેશન ન કરે. આ નિર્ણય કેન્દ્ર સરકારે શાંતિ વ્યવસ્થામાં વિશ્વાસ કરતા મુસલમાનોને જોઈને લીધો છે. આ નિર્ણય રમઝાન દરમિયાન કોઈને પરેશાનીનો સામનો કરવો પડશે અને શાંતિપૂર્ણ સૌ રહી શકે.

ગૃહ મંત્રાલયે ટ્વીટ કરીને એ પણ કહ્યું હતું કે ઈસ્લામથી આંતક અને હિંસાને અલગ કરવા જરૂરી છે. જ્યાં સુધી માસૂમ જનતા પર કોઈ આંતકી હુમલો ન થાય ત્યાં સુધી ફાયરિંગ કરવામાં આવશે. નહીં. આ નિર્ણય મુસલમાન ભાઈ, બહેનોની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે, જેથી રમઝાન દરમિયાન તેઓ શાંતિથી રહી શકે.

આ નિર્ણય માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો હતો. થોડા દિવસો પહેલા મુફ્તીએ કેન્દ્ર સરકારને રમઝાન અને અમરનાથ યાત્રાને જોઈને સૈન્ય ઓપરેશન ન કરવા અને શાંતિપૂર્ણ માહોલ બનાવવાની અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp