સીમાને માથે ચઢાવી દેવામાં આવી છે, બીજા પાસા પર વિચાર નથી થઈ રહ્યો: મિથલેશ ભાટી

પાકિસ્તાની મહિલા સીમા અને તેના પ્રેમી સચિનનો મામલો છેલ્લા એક મહિનાથી સોશિયલ મીડિયા સહિત આંતરરાષ્ટ્રીય મીડિયાની હેડલાઇન્સમાં રહેલો છે. બંને પરિવાર સાથે રબુપુરા શહેરમાં રહે છે. મીડિયામાં તેમના આર્થિક સંકટના સમાચાર આવ્યા પછી બંનેને ફિલ્મોમાં કામ કરવાની અને રાજકારણમાં પણ સામેલ કરવાની ઓફર આવી રહી છે. જોકે, સીમા અને તેના પરિવારે ATS તરફથી ક્લીનચીટ મળ્યા પછી કામ કરવા જણાવ્યું છે. રાબુપુરાની એક મહિલાની એક TV ચેનલને બંનેના મામલાને લઈને નિવેદન આપતી ક્લિપ વાયરલ થઈ રહી છે. મોટી મોટી હસ્તીઓ પણ તેમની ક્લિપ્સ પર રીલ બનાવી રહી છે.
મ્યાના ગામની રહેવાસી મિથલેશ ભાટી વિસ્તારની અન્ય મહિલાઓ સાથે મળીને સીમા હૈદરના ભારતમાં આવવાનો વિરોધ કરી રહ્યો છે. મિથલેશ કિસાન એકતા સંઘના મહિલા મોરચાના રાજ્ય ઉપાધ્યક્ષ છે. તે આશા વર્કર પણ છે. તેના પતિ ખેડૂત છે. તેમની મોટી બહેન ગીતા ભાટી પણ આ સંસ્થા સાથે જોડાયેલી છે. મિથલેશના કહેવા પ્રમાણે, સીમા હૈદર પાકિસ્તાની હોવાને કારણે તેને વધારે પડતી માથે ચડાવવામાં આવી છે. આની બીજી બાજુ વિશે કોઈએ વિચાર પણ કર્યો નથી. તેમણે કહ્યું કે, અહીંની યુવા પેઢી પર આ મામલાની ખૂબ જ ખરાબ અસર પડશે.
ત્યાં તે તેના આખા પરિવારને છોડીને આવી છે. તે પોતાને પાંચમું પાસ ગણાવે છે, પરંતુ એ સમજવું પડશે કે, અહીં 12મું ભણેલી મહિલા ટિકિટ લઈને એકલી દિલ્હી જઈ શકતી નથી અને તેણે અહીં પહોંચવા માટે ત્રણ સરહદો પાર કરી હતી. માની લઈએ કે, તે પાકિસ્તાની જાસૂસ નથી, તેની ખાતરી કોણ આપશે? મિથલેશે મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે જાણે છે કે તેના શબ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પહેલીવાર જ્યારે તે સીમાનો વિરોધ કરવા ગઈ હતી ત્યારે તેની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.
રબુપુરાના મ્યાના ગામની રહેવાસી મિથલેશ ભાટી પહેલીવાર ત્યારે ચર્ચામાં આવી, જ્યારે તેણે સચિન પર ખૂબ જ બેફામ ટિપ્પણી કરી અને તેને લપ્પુ અને ઝિંગુર પણ કહ્યો. તેણે મીડિયા સૂત્રોના જવાબમાં કહ્યું હતું કે, સચિનમાં આખરે એવું છે શું, સચિન સાવ લપ્પુ જેવો છે. તે કોઈની સાથે બરાબર વાત પણ કરી શકતો નથી. તે સાવ લપ્પુ જેવા છોકરા સાથે કેમ પ્રેમ કરશે.
ન્યૂઝ ચેનલની આ ક્લિપ સોશિયલ મીડિયા પર એટલી વાયરલ થઈ કે, તેના મીમ્સ પણ બની ગયા. કેટલાક દિવસો પહેલા, એક ન્યૂઝ ચેનલને આપેલી તેની બાઈટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. આ વખતે તેણે સચિનને કીડો જ કહ્યો. તેઓએ કહ્યું છે કે, તે કીડા જેવો છે, જો જોરથી પવન ફૂંકાય તો ખબર નહિ ક્યાં જઈને પડી જશે. તેની આ ટિપ્પણી પર પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી સહિત ઘણી મોટી હસ્તીઓ સાથે તેમની રીલ્સ પણ બનાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp