પોલ્યુશન ઇફેક્ટ: NCRમા જોબ ઓફર્સ સામે સીધી લીટીની ના!

PC: Scroll.in

દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં વધતા હવાના પ્રદૂષણે જનજીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે. ખરાબ હવામાનમાં કારોબારનો પણ શ્વાસ રૂધાંઇ રહ્યો છે. સ્થિતી ત્યાં સુધી કથળી છે કે મોટા કોર્પોરેટ એક્ઝિક્યૂટીવ દિલ્હી એનસીઆરમાં જોબ ઓફર ઠુકરાવી રહ્યા છે. એક્ઝીક્યૂટીવ સર્ચ કંપનીઓ દ્વારા આ વાત જણાવવામાં આવી છે. કોરનફેરી, ઇએમએ પાર્ટનર્સ, હંટ પાર્ટનર્સ, ટ્રાંસર્ચ અને ગ્લોબલ હંટનું કહેવું છે કે cxo વચ્ચે ગત વર્ષે જ પ્રદૂષણ ચર્ચાનો વિષય બની ચૂક્યો હતો. પ્રત્યેક ત્રીજો cxo દિલ્હી એનસીઆરમાં જોબ ઓફરનો સ્વીકાર કરવા નથી માંગતા મોટા સ્તરના અધિકારી મુંબઇ, પુણે અને બેંગ્લોરમાં તક શોધી રહ્યા છે.

ટ્રાંસર્ચના મેનેજિંગ પાર્ટનર ઉદય ચાવલાએ કહ્યું કે દિલ્હીમાં હવે પાંચ સિઝન હોય છે જેમાં પાચમી સિઝન પોલ્યુશનની હોય છે. સર્ચ એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હવાની ગુણવત્તા સુધારવા માટે જો કોઇ વ્યવસ્થિત પગલા ભરવામાં નથી આવતા તો આવનાર વર્ષોમાં સ્થિતી વધુ ખરાબ થશે કેટલીક સર્ચ ફર્મ અનુસાર લગભગ 40 ટકા cxos દિલ્હીમાં જોબ ઓફર્સ ઠુકરાવી રહ્યા છે.

ટ્રાંસર્ચને પણ હાલમાં દિલ્હી બેઝ્ડ પેટ્રોકેમિકલ્સ ફર્મ માટે ચીફ ઇન્ફર્મેશન ડિજીટલ ઓફિસરની શોધ છે. ચાવલાના જણાવ્યા અનુસાર ટેક ટેલેન્ટ વધુમાં વધુ ભારતથી બહાર છે. અમે જોયુ છે કે કેન્ડિડેટ દિલ્હીમાં સેટલ થવા માટે તૈયાર નથી. તેની પાછળ મહિલા સુરક્ષા જેવા કારણો પણ જવાબદાર છે. ઇએમએ પાર્ટનર્સના સીનીયર પાર્ટનર એ રામચંદ્રાના જણાવ્યા અનુસાર મુંબઇ, પુણે, બેંગ્લોર અને ચેન્નાઇની સરખામમીએ દિલ્હી અને એનસીઆરમાં ટેલેન્ટ બોલાવવું વધુ અઘરૂ છે. તેમણે તે પણ જણાવ્યુ કે વિદેશોમાંથી પાછા ફરી રહેલા 50 ટકા ભારતીય દિલ્હી એનસીઆરમાં નોકરીનો સ્વીકાર નથી કરી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp