5 બાળકોની માતાએ 9મા ધોરણમાં ભણતા છોકરા સાથે કર્યુ શરમજનક કૃત્ય

PC: jantaserishta.com

મહિલાઓ સાથે બળાત્કારની ઘણા સમાચારો સામે આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં કંઈક વિપરીત બન્યું છે. અહીં એક પાંચ બાળકોની માતાએ નવમા ધોરણના વિદ્યાર્થી પર બળાત્કાર ગુજાર્યો છે. આરોપી મહિલાએ આ ઘટના માટે આ વર્ષના એપ્રિલ મહિનામાં પીડિત વિદ્યાર્થીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું હતું. પીડિત વિદ્યાર્થીના પિતાએ તે જ સમયે પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. હવે કોર્ટના આદેશ પર પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને પીડિતને મુક્ત કરાવ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

આ મામલો ચિત્રકૂટના રાજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતના પિતાએ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે તેમનો પુત્ર માત્ર 14 વર્ષનો છે અને નવમા ધોરણમાં અભ્યાસ કરે છે. આરોપી મહિલા તેમની પડોશમાં જ રહે છે. તે પરિણીત છે અને 5 બાળકોની માતા છે. તેણે જણાવ્યું કે આરોપી મહિલાએ તેના પુત્રને પ્રેમજાળમાં ફસાવીને તેને ફસાવી દીધો અને આ વર્ષે 18 એપ્રિલે તેની સાથે ભાગી ગઈ. તેણે કોર્ટને કહ્યું કે તેણે તરત જ પોલીસને ફરિયાદ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી તો દૂર, પોલીસે તેની ફરિયાદ પણ લીધી ન હતી. મજબૂરીમાં તેમને ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા. હવે કોર્ટના આદેશથી રાજાપુર પોલીસ સ્ટેશનની પોલીસે ગુનો નોંધ્યો છે.

કોર્ટના આદેશ પર પોલીસે કેસ નોંધીને દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી હતી અને તેના ઠેકાણામાંથી પીડિત વિદ્યાર્થીને મુક્ત કરાવ્યો હતો. પોલીસે પીડિત વિદ્યાર્થીનું મેડિકલ કરાવ્યા બાદ આરોપી મહિલા વિરુદ્ધ બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

પોલીસ પૂછપરછમાં પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે મહિલાએ તેને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. તે અવારનવાર તેની સાથે અશ્લીલ હરકતો કરતી હતી. તેલે એક દિવસ તેનું અપહરણ કર્યું અને તેને પ્રયાગરાજ લઈ ગઈ. જ્યાં આરોપી મહિલાએ એક ભાડાનું મકાન લીધું અને તેને રોજ કોઈ નશીલા પદાર્થ ખવડાવીને તેની સાથે તેની હવસ શાંત કરતી હતી. પીડિતે જણાવ્યું કે તેણે ઘણી વખત વિરોધ પણ કર્યો, પરંતુ મહિલાએ તેને ઠપકો આપીને ચુપ કરાવી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp