900 વિદ્યાર્થીઓને IAS બનાવનારા પ્રોફેસરે કરી આત્મહત્યા

PC: awesomemachi.com

સિવિલ સર્વિસીસની પરીક્ષા માટે ચેન્નાઈનાં પ્રસિદ્ધ કોચિંગ ક્લાસ શંકર IAS એકેડમીનાં સંસ્થાપક પ્રોફેસર શંકર દેવરાજને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ગુરુવારે તે ચેન્નાઈ સ્થિત પોતાનાં ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતાં. પોલીસે તેમનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

જણાવી દઈએ કે, દેવરાજને અંગત કારણોસર આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે, પ્રોફેસર શંકર દેવરાજનનો કોઈક બાબતને લઈ પોતાની પત્ની સાથે ઝઘડો થયો હતો, ત્યારબાદ તેમણે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ દરમિયાન તેમનાં પાડોશીઓ તેમને પ્રાઈવેટ હોસ્પિટલ લઈને ગયા હતાં, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.

જણાવી દઈએ કે શંકર દેવરાજન પોતાનાં કોચિંગ ક્લાસ શંકર IAS એકેડમી માટે તામિલનાડુ સહિત સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતાં. તેમણે 2004માં ચેન્નાઈમાં શંકર IAS એકેડમી શરૂ કરી હતી અને ત્યારથી લઈન અત્યારસુધીમાં તેઓ 900થી વધુ યુવાનોને IAS અધિકારી બનાવીને તેમનું સપનું પૂરું કરી ચૂક્યાં છે. શંકર દેવરાજનનાં આ રીતે દુનિયાથી ચાલ્યા જવાને કારણે વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છે. તેમને 2 દીકરીઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp